Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ભ્રષ્ટાચારીઓના ગુપ્ત ભંડારોની સ્ફોટક માહિતીઓ ખોલાવાનું હથિયાર એસીબીને મળી ગયું: એક કલીક કેશલેસ પેમેન્ટનો પડદો ઉંચકશે

'ભીમ' અને 'રૂપે' એપ્લીકેશન તૈયાર કરનાર એનપીસીઆઈ, સીબીઆઈ બાદ હવે ગુજરાત એસીબીની મદદેઃ રાજ્યભરના નવનિયુકત બે ડઝન પીઆઈ તથા સ્ટાફ મળી કુલ ૫૫ને અદ્યતન તાલીમ આપી મેદાને ઉતારાયા

   

   

      રાજકોટ   ,    તા. ૧૧ :. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડીજીટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત મોખરે રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એસીબીને પણ સીબીઆઈ માફક અદ્યતન પધ્ધતિ સજ્જ કરવા કરેલા નિર્ધારને એસીબી વડા પૃથ્વીપાલ પાન્ડેયજી તથા એડી. ડાયરેકટર કેશવકુમાર સક્રીય બન્યા છે. જેના ભાગરૂપે ભીમ અને રૂપે એપ્લીકેશન લોન્ચ કરનારા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા સાથે લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોને મદદરૂપ થવા કરાર કરવામાં આવ્યાનું ટોચના સૂત્રો જણાવે છે.

      કેશલેસ પેમેન્ટને કારણે હવે લાંચીયાઓ પણ પોતે ફસાય ન જાય તે રીતે ફરજીયાત કેશલેસ પદ્ધતિમાં જોડાશે અને આ માટે વિવિધ તરકીબો અજમાવશે ત્યારે તેના વળતા પ્રહાર રૂપે એસીબીને મહત્વનું હથીયાર સાંપડી ગયુ છે. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ તાજેતરમાં રાજ્યભરમાં નિમાયેલા નવનિયુકત ૨૨ જેટલા અફસરો અને તાબાના સ્ટાફને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન કે જે એનપીસીઆઈના નામે જાણીતી છે અને જે સંસ્થાની સીબીઆઈ પણ મદદ લે છે તેના દ્વારા ખાસ તાલીમ આપવામાં આવી હતી.

      લાંબો સમય સુધી મુંબઈ ખાતે સીબીઆઈમાં ફરજ બજાવનાર અને હાલ એસીબીમાં એડી. ડાયરેકટર તરીકે ફરજ બજાવતા કેશવકુમાર આ પદ્ધતિથી સુપરીચીત હોય તેઓએ એનપીસીઆઈની મદદ માગી હતી. એનપીસીઆઈના ભરતભાઈ પંચાલ દ્વારા નવનિયુકત અધિકારીઓને આ તાલીમ અપાયાની વાતને સમર્થન આપ્યુ હતુ. ક્રેડીટ અને ડેબીટકાર્ડ દ્વારા જે પેમેન્ટ થયુ હોય તેને એક કલીક કરતા જ સંબંધકર્તા અધિકારી-કર્મચારીએ કઈ-કઈ જગ્યાએ શું-શું પેમેન્ટ કઈ-કઈ બાબત માટે કરેલ તેની આખી જન્મકુંડળી બહાર આવી જશે. ટૂંકમા કહીએ તો એક કલીકથી કટકીબાજોની કરામતો હવે એસીબીના પંજામાં હશે તેવા દિવસો દૂર નથી. એસીબીમાં વિવિધ યુનિટો દ્વારા થતા કેસોનુ મજબૂત ચાર્જશીટ તૈયાર થાય તે માટે કાયદેઆઝમ જેવાઓની નિમણૂક કરવામાં આવી છે તે બાબત જાણીતી છે.(૨-૧૨)

   
 (04:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS