Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ભાજપની સરકાર બેસ્ટ ઇવેન્ટ મેનેજરઃ હવે કોઇ સ્કીલ ઇન્ડીયા-સ્વચ્છ ભારતની વાત નથી કરતુ

ચિદમ્બરમ મોદી- સરકાર ઉપર તુટી પડ્યા

   

   

      નવી દિલ્હી તા. ૧૧: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે ભાજપની સરકારને બેસ્ટ ઈવેન્ટ મેનેજર ગણાવી તેના પર પ્રહાર કર્યા હતા. ચિદમ્બરમે કહ્યું હતું કે   ,    હવે દેશમાં કોઈ સ્કીલ ઈન્ડિયા કે પછી સ્વચ્છ ભારતની વાત નથી કરતું. નોટબંધીની ટીકા કરતા ચિદમ્બરમે કહ્યું હતું કે   ,    પીએમ કેશલેસ સોસાયટીની વાતો કરીને એવું કરવા ઈચ્છી રહ્યા છે કે જે કયારેય કયાંય નથી થયું   ,    લોકોને કેશલેસ ટ્રાન્ઝેકશન માટે ફરજ ન પાડી શકાય.

      તેમણે એમ પણ કહ્યું હતું કે   ,    ૮મી નવેમ્બરે પીએમે જાહેરાત કરી હતી કે દેશમાંથી બ્લેક મની   ,    ભ્રષ્ટાચાર અને નકલી નોટોનો અંત આવી જશે   ,    પરંતુ હવે તેમણે જાતે જ આ વાતની ચકાસણી કરી લેવી જોઈએ. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે   ,    પીએમે એક પણ લક્ષ્ય સિદ્ઘ નથી કર્યુ   ,    માત્ર દેશવાસીઓ પર જુલમ કર્યા છે. તેમણે પીએમને એવો પણ પડકાર ફેંકયો હતો કે   ,    તેઓ આશ્વાસન આપે કે આ વર્ષથી કોલેજોમાં કેપિટેશન ફી નહીં લેવામાં આવે.

      આટલેથી ન અટકતા ચિદમ્બરમે એમ પણ કહ્યું હતું કે   ,    એક વ્યકિત કહી રહ્યો છે કે તે જ નેતા છે   ,    તે જ શાસક છે અને લોકોએ તેની વાત સાથે સહમત થવું પડે છે. ચિદમ્બરમે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે   ,    નોટબંધી અંગે આરબીઆઈએ તેના ડિરેકટર્સને કયારે નોટિસ આપી હતી   ,    અને તેમને કેટલો સમય અપાયો હતો તેની પણ સ્પષ્ટતા થવી જોઈએ.

      સાથે જ   ,    નોટબંધીની જાહેરાત કરાઈ ત્યારે મળેલી કેબિનેટ મિટિંગનો કોઈ રેકોર્ડ જ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ચિદમ્બરમે કહ્યું હતું કે   ,    તે મિટિંગનો રેકોર્ડ કયાં છે   ?    પીએમે તેની જાહેરાત કરી ત્યાં સુધી મંત્રીઓને પણ કેદીઓની જેમ પૂરી રાખવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે   ,    આપણા નાણાં મંત્રી સિવાય દુનિયામાં કોઈ એમ નથી કહેતું કે ભારતનો જીડીપી નોટબંધીને કારણે પ્રભાવિત થશે. (૨૫.૧૦)

   
 (04:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS