Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

પંજાબઃ ''આપ''ને કોંગ્રેસ અને ભાજપ કરતા વધારે દાન મળ્યું

ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી માહિતીમાં ખુલાસો : આમ આદમી પાર્ટીને ર૦૧ર-૧૩ થી લઇ ર૦૧૪-૧પ વચ્ચેના ગાળામાં દાન તરીકે ૧૧૦.૬ કરોડ રૂપિયા મળ્યા

   

   

      ચંદીગઢ   ,   તા. ૧૧: આમ આદમી પાર્ટીના વડા અરવન્દ કેજરીવાલે દાવો કર્યો છે કે પંજાબ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી લડવા માટે તેમની પાર્ટીની પાસે પુરતા પ્રમાણમાં નાણાં નથી. જો કે પાર્ટી તરફથી ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામા આવેલા એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીને વર્ષ ૨૦૧૨-૧૩થી લઇને વર્ષ ૨૦૧૪-૧૫ વચ્ચેના ગાળામાં ૧૧૦.૦૬ કરોડ રૂપિયા મળ્યા હતા. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અને પંજાબ ઇલેક્શન વોચ જેવા બિન રાજકીય સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને ભાજપ કરતા પણ વધારે રકમ પંજાબમાં દાન તરીકે મળી છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૩-૧૪ તેમજ ૨૦૧૪-૧૫માં સૌથી વધારે ફંડ મેળવનાર પાર્ટીમાં આ આદમી પાર્ટી બીજા સ્થાન પર છે.

      આમ આદમી પાર્ટીને ૨૦૧૩-૧૪માં ૧૫.૪૫ લાખ રૂપિયા અને વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૨.૮૪ લાખ રૂપિયા મળ્યા હતા. પંજાબમાં શિરોમણી અકાળી દળ જ એકમાત્ર એવી પાર્ટી છે જેને વર્ષ ૨૦૧૩-૧૪માં ૪૪.૪૭ લાખ અને ૨૦૧૪-૧૫માં ૨.૫૬ કરોડ રૂપિયા મળ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ ડોનેશનના મામલે ખુબ પાછળ છે. કોંગ્રેસને છેલ્લા બે વર્ષમાં કોઇ રકમ દાન સ્વરૂપે મળી નથી. (૯.૨૨)

   
 (04:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS