Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

રાજ બેંકમાં મોટી રકમ ડીપોઝીટ કરનાર ખાતેદારોના નિવેદન નોંધતુ IT

બેંકના ડેટા, કેવાયસી, પેનકાર્ડ સ્ત્રોત મુદ્દે ઘનિષ્ઠતાથી તપાસઃ રીઝર્વ બેન્કની તપાસને પગલે પીપલ્સ બેંક, વિજય બેંક અને કોમર્શીયલ બેંક પાસે ડેટા મંગાવતુ આઈ.ટી.: કો-ઓપરેટીવ-સહકારી બેંક ક્ષેત્રે તવાઈ

   

   

      રાજકોટ   ,    તા. ૧૧ :. નોટબંધી બાદ સહકારી અને કો-ઓપરેટીવ બેંકોમાં કથીત ગેરરીતીને પગલે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અને ભારત સરકારનું ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

      ગુજરાતમાં સુરતની કો-ઓપરેટીવ બેંક બાદ રાજકોટની રાજ બેંક ઉપર આવકવેરા વિભાગે સર્વે હાથ ધરી અનેક ક્ષતિઓ બહાર લાવી છે. રાજ બેંકમાં નોટબંધી બાદ ૨૨૮૮૭ ખાતામાં રૂ. ૭૨૪ કરોડ જમા થયા છે. તેમા મુખ્યત્વે ૪૦ ટોચના એકાઉન્ટમાં કરોડો રૂપિયાની રકમ જમા થયાનું માલૂમ પડતા પ્રથમ ૮ બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવનાર ખાતેદારનું વિસ્તૃત નિવેદન નોંધવાની પ્રક્રિયા રાજકોટ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા શરૂ થઈ છે.

      રાજ બેંકના સર્વેમાં અગાઉ અપુરતો બેંક એકાઉન્ટનો ડેટા આપવામાં આવેલ બાદમાં ઈન્કમટેક્ષ દ્વારા તમામ ડેટા મગાવવામાં આવતા ડેટાના આધારે કેટલાક બેંક ખાતામાં મોટી રકમનો ઉપાડ તેમજ મોટી રકમ જમા થયાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે.

      રાજ બેંક દ્વારા બેંક ડેટા   ,    કેવાયસી   ,    પેનકાર્ડમા કોને-કેટલી છૂટ આપવામાં આવેલ   ?    તે મુદ્દે પણ આવકવેરા વિભાગ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા આવનારા દિવસોમાં મોટો ખુલાસો થવાની શકયતા બળવત્તર બની છે.

      રાજકોટમાં ગઈકાલથી પીપલ્સ બેંક   ,    રાજકોટ કોમર્શીયલ બેંક   ,    વિજય બેંક ઉપર રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તપાસ હાથ ધરતા રાજકોટનુ ઈન્કમટેક્ષ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. આ ત્રણેય બેંકો પાસેથી બેંકોના ડેટા મંગાવાઈ રહ્યાનું જાણવા મળે છે.

      જાણવા મળતી વિગતો મુજબ કેટલીક સહકારી બેન્કોએ નોટબંધી બાદ ગરબડી કરી હોવાની ચર્ચાઓ વચ્ચે વધુ કેટલીક બેંકો ઉપર પણ આવકવેરા વિભાગ સર્વેની કામગીરી હાથ ધરે તો નવાઈ નહીં.(૨-૧૬)

    

   
 (04:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો