Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

યુવતિને રીક્ષામાં ઉઠાવી જઇ ગેંગ રેપઃ જયપુરની ઘટના

   

   

      જયપુર   ,    તા.   ,    ૧૧: રાજસ્થાનની રાજધાની જયપુર કેટલાક લુખ્ખા યુવકોને કારણે બદનામ થઇ રહયું છે. જયપુર રેલ્વે સ્ટેશન ઉપરથી સોમવારે સાંજે ૧૯ વર્ષની યુવતીનું અપહરણ કરી ઓટો રીક્ષા ચાલક અને તેના ૩ સાથીઓએ રાતભર તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. નિર્ધારીત જગ્યાએ પહોંચાડવા યુવતીને લઇને રીક્ષા ઉપડી હતી. પછી માલવીયાનગર વિસ્તારમાં ચારેય શખ્સોએ તેના ઉપર દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને જે.એલ.એન. માર્ગ ઉપર ફેંકી દીધી હતી. બળાત્કાર બાદ આરોપીઓએ યુવતીને જંતુનાશક દવા પીવડાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મ્હોં નહી ખોલતા મોઢા ઉપર દવા છાંટી હતી. આરોપીઓએ કલીપીંગ બનાવ્યાની ધમકી આપી મંગળવારે મ્હોં પર કપડું બાંધી સાંજે પ.૩૦ વાગ્યે છોડી દીધી હતી.

      પોલીસના જણાવ્યા મુજબ યુપીના મેૈનપુરીની વતની એવી પીડીતા અઢી મહિના પહેલા જયપુર આવી હતી અને તેના પિતા સાથે જગતપુરામાં રહેતી હતી. રવિવારે સાંજે એસએસસીની પરીક્ષા દેવા અલ્વર ગઇ હતી. પરીક્ષા આપી સોમવારે સાંજે પ.૩૦ વાગ્યે ટ્રેનમાં બેસી ૭.૧પ વાગ્યે જયપુર ઉતરી હતી. સ્ટેશન બહાર નિકળતા એક ઓટો રીક્ષા ચાલકે ર૦ રૂ.માં જગતપુરા  છોડી દેવાના બ્હાને રીક્ષામાં બેસાડી તે પહેલા રીક્ષા ચાલક ઉપરાંત ૩ યુવકો બેઠેલા હતા. રીક્ષા જયારે નારાયણસિંહ સર્કલ પહોંચી ત્યારે પાછળ બેઠેલા બે યુવકોએ તેની છેડછાડ શરૂ કરતા યુવતીએ પોતાને ઉતારી દેવા રાડો-બરાડા પાડયા હતા પરંતુ રીક્ષા દોડતી રહી અને બંન્ને યુવકોએ કપડાથી તેનુ મોઢુ અને આંખો દબાવી દીધી હતી અને વેરાન જગ્યાએ લઇ ચારેયે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. (૪.૧૧)

   
 (04:05 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS