Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ફિલ્મફેર એવોર્ડનો તખ્તો તૈયાર : તૈયારી પૂર્ણ થઇ

સોમવારે રાત્રે ફિલ્મ ફેર પહેલા પ્રિ એવોર્ડ પાર્ટી યોજાઇ ટોચના કલાકારો હાજર : ન્યુમેકર્સ, મોડલ્સ પણ સામેલ

   

   

      મુંબઇ   ,   તા. ૧૧: બોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ૧૪મી જાન્યુઆરીના દિવસે ૬૨માં જિયો ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ કાર્યક્રમ યોજાય તે પહેલા સોમવારે રાત્રે શાનદાર પાર્ટી યોજાઇ હતી. જેમાં બોલિવુડના તમામ કલાકારો હાજર રહ્યા હતા. બોલિવુડના તમામ સુપરસ્ટારની સાથે સાથે કેટલાક નિર્માતા નિર્દેશક અને ન્યુમેકર્સ તેમજ મોડલ્સ દ્વારા કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં ટોપની અબિનેત્રીઓ છવાયેલી રહી હતી. પ્રી પાર્ટીની લાલ જાજમ પર આ તમામ અભિનેત્રીના જલવા જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં ખુબસુરત સોનમ કપુર   ,    સોનાક્ષી સિંહા   ,    આલિયા ભટ્ટ છવાઇ ગઇ હતી. બીજી બાજુ સ્વરા ભાસ્કર   ,    તમન્ના ભાટિયા   ,    ઉર્જશી રોતેલા   ,    સૈયામી ખૈર   ,    ડેઝી શાહ   ,    નેહા ધુપિયા   ,    ગૌહર ખાન   ,    ટિસ્કા ચોપડા પણ હાજર રહી હતી. એવરગ્રીન શ્રીદેવી અને રવિના ટંડન પણ હાજર રહી હતી. પાર્ટીમાં બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન   ,    જેકી શ્રોફ   ,    મનોજ વાજપેયી   ,    ગુરમીત ચૌધરી અને અનિલ કપુર છવાયેલા રહ્યા હતા. પ્રતિક બબ્બર અને અન્યો પણ હાજર રહ્યા હતા. પ્રી પાર્ટીમાં સૌથી વધારે ચર્ચા ગયા વર્ષે ત્રણ ત્રણ ફિલ્મો ઉડતા પંજાબ   ,    કપુર એન્ડ સન્સ ડિયર જિન્દગીની  ચર્ચા રહી હતી. સોનાક્ષી સિંહાની ફિલ્મને લઇને પણ ચર્ચા છે. કાર્યક્રમને લઇને તમામ તૈયારીહાલમાં કરી લેવામાં આવી હતી. ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમ દર વર્ષની જેમ રોમાંચક અને રંગીન બને તે માટે જોરદાર તૈયારી કરી લેવામાં આવી છે. ગયા વર્ષે કેટલીક મોટી હિટ ફિલ્મો રહી હતી. ફિલ્મ ફેર એવોર્ડ કાર્યક્રમની હમેંશા ચાહકો દ્વારા રાહ જોવામાં આવે છે.

   
 (01:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો