Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

સેન્સેક્સ અને નિફ્ટી બે મહિનાની ઉંચી સપાટીએ

સેન્સેક્સે ફરીવાર ૨૭,૦૦૦ની સપાટી મેળવી : સેન્સેક્સ ૨૪૧ પોઈન્ટ ઉછળીને ૨૭૧૪૦ અને નિફ્ટી ૯૨ પોઈન્ટ સુધરી ૮૩૮૧ની સપાટીએ : નવી આશાઓ

      મુંબઇ,તા. ૧૧ : શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી સાથે કારોબાર રહ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને બે મહિનાની ઉંચી સપાટી સાથે બંધ રહ્યા હતા. જેથી કારોબારીઓમાં નવી આશા જાગી છે. અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ પત્રકાર પરિષદ પહેલા વૈશ્વિક બજારોમાં કારોબારમાં હકારાત્મક સ્થિતિ રહી હતી. સેન્સેક્સ આજે ૨૪૧ પોઈન્ટ સુધરીને ૨૭,૦૦૦થી ઉપર રહ્યો હતો. સેન્સેક્સની સપાટી કારોબારના અંતે ૨૭૧૪૦ નોંધાઈ હતી. જ્યારે નિફ્ટી ૯૨ પોઈન્ટ સુધરીને ૮૩૮૧ની સપાટીએ રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઈન્ડેક્ષમાં ૧.૪ ટકાનો સુધાર જોવા મળ્યો હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્ષમાં ૦.૯ ટકાનો સુધારો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્થ પણ મજબૂત રહી હતી. આજે ૧૭૨૭ શેરમાં તેજી અને ૧૦૭૯ શેરમાં મંદી રહી હતી. કુલ ૧૬૪ શેરમાં યથાસ્થિતિ જોવા મળી હતી. નિફ્ટીએ આજે ૮૩૦૦ની સપાટી કુદાવી લીધી હતી. કારોબારીઓમાં આશા દેખાઈ રહી છે. મૂડીરોકાણકારોના સંદર્ભમાં અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ નવી જાહેરાત કરી શકે છે. બીજી બાજુ ઘરઆંગણે રોકાણકારો પહેલી ફેબ્રુઆરીના દિવસે રજુ કરવામાં આવનાર બજેટને લઈને પણ આશાવાદી બનેલા છે. નોટબંધી બાદ સ્થિતિને હળવી કરવા આ બજેટમાં કેટલાક પગલાં જાહેર કરવામાં આવી શકે છે. ટીસીએસ અને ઈન્ફોસીસ જેવી મહાકાય કંપનીઓ તરફથી જારી કરવામાં આવનાર ત્રિમાસિક ગાળાના પરિણામોને લઈને પણ નવી આશા દેખાઈ રહી છે. આઈટીની મહાકાય કંપની દ્વારા ગુરૃવાર અને શુક્રવારના દિવસે તેમના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આજે આ બંને કંપનીઓના શેરમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. મેટલ ઈન્ડેક્ષમાં ૫૨ સપ્તાહની ઉંચી સપાટી રહી હતી. મેટલ ઈન્ડેક્ષમાં ૪.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. જિંદાલ સ્ટીલમાં ૯.૨ ટકાનો ઉછાળો અને

      હિન્ડાલકોમાં ૬.૪ ટકાનો ઉછાળો રહ્યો હતો. બીએસઈ બેન્કેક્સમાં ૨.૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ગઇકાલે મંગળવારે ફરી એકવાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. મંગળવારે કારોબારના અંતે સેંસેક્સ ૧૭૩ પોઇન્ટ સુધરીને ૨૬૮૯૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૩ પોઇન્ટ સુધરીને ૮૨૮૮ની સપાટીએ રહ્યો હતો.એશિયન શેરબજારમા ંપણ આજે ઉતારચઢાવની સ્થિતી રહી હતી. હાલમાં નોટબંધીના કરવામાં આવેલા નિર્ણયની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આ ઉપરાંત જુદા જુદા પરિબળોની અસર દેખાઇ રહી છે. જેમાં અમેરિકામાં પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી અને ફેડરલ રીઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યા બાદ તેની અસરપણ જોવા મળી રહી છે.  હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્ષ (ડબલ્યુપીઆઈ) આધારીત ફુગાવો અગાઉના મહિનામાં ૩.૩૯ ટકાથી ઘટીને ૩.૧૫ ટકા થયો છે જે પાંચ મહિનાની નીચી સપાટી છે. તમામ ઉપયોગી આંકડા દર્શાવે છે કે કન્ઝયુમર પ્રાઈઝ ઈન્ડેક્ષ આધારીત ફુગાવો જારી કરવામાં આવ્યાના એક દિવસ બાદ બાદ ડબલ્યુપીઆઈ આધારીત ફુગાવો જારી કરાયો છે. સીપીઆઈ આધારીત ફુગાવો નવી સિરીઝમાં નવેમ્બર મહિનામાં સૌથી નીચી સપાટીએ રહ્યો છે. શેરબજારમાં હવે નવા આંકડા પર નજર કેન્દ્રિત થઇ ગઇ છે. વૈશ્વિક પરિબળોની અસર પણ બજાર પર રહી છે. હજુ ઉતારચઢાવની સ્થિતી રહી શકે છે.

       

 (01:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS