Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

દેશને વધુ 'બોલ્ડ' નિર્ણયોની જરૂર : જેટલી

વાઈબ્રન્ટના બીજા દિવસે, આકરા પગલા આવી રહ્યાના નિર્દેશ આપતા નાણામંત્રીઃ મોદી - જેટલીના પ્રયાસોથી જ વર્ષોથી લટકતું જીએસટી કોકડુ ઉકેલાયુ : હસમુખ અઢીયા

દેશને વધુ 'બોલ્ડ' નિર્ણયોની જરૂર : જેટલી

       

       

            અમદાવાદ : આજે વાઈબ્રન્ટ ગુજરાતમાં GST       મુદ્દે જેટલીએ કહ્યું હતું કે      ,       દેશને બોલ્ડ નિર્ણયોની જરૂર છે. છેલ્લા બે વરસમાં દેશમાં ઘણા બદલાવ જોયા છે. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ આવી ગયા છે. અમુક ઇશ્યુ હજુ બાકી છે આવતા અમુક સમયમાં સોલ્વ થઇ જશે. નોટબંધી બાદ આરબીઆઈના ગર્વનર ઉર્જિત પટેલ પહેલીવાર આજે ગુજરાત આવ્યા છે. તેઓ વાઈબ્રન્ટ ગુજરાત સેમિનારમાં આજે હાજરી આપશે.

            વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢિયાએ પણ હાજરી આપી હતી. જેમાં હસમુખ અઢિયાએ જણાવ્યું હતું કે      ,       છેલ્લા ૫-૧૦ વર્ષથી       GST      નો મુદ્દો લટકયો હતો. નરેન્દ્ર મોદી અને અરુણ જેટલીના પ્રયાસોથી શકય બન્યું છે.

            મુન્દ્રા સોલાર અને અદાણી ગ્રુપ દ્વારા ૪૨૦૦ કરોડના પ્ંશ્ સાઈન કરવામાં આવ્યા છે. જયારે ૧૭૦૦ કરોડના પ્ંશ્ આઈટી સેકટરમાં પણ સાઈન કરવામાં આવ્યા છે. ૫૦૦ કરોડના       MoU       ગ્રીન મેન્યુફેકચરિંગ ઓફ વેકિસંગ માટે સાઈન કરવામાં આવ્યા છે.(૩૭.૧૫)

       

 (01:04 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો