Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

નીતિશ ફસ્કી ગયા : હાર્દિકની રેલીમાં ભાગ નહિ લ્યે

યુપી સહિત અન્ય રાજ્યમાં ચુંટણીના લીધે નીતિશકુમાર વ્યસ્ત : જેડીયુ

નીતિશ ફસ્કી ગયા : હાર્દિકની રેલીમાં ભાગ નહિ લ્યે

   

   

      પટણા તા. ૧૧ : નીતીશ કુમારે ગયા મહિને પટણામાં હાર્દિક પટેલનુંઙ્ગ સ્વાગત કર્યું હતું.બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને સૂચના આપી છે કે આ મહિનાના અંતમાં ગુજરાતમાં થનારી રેલીમાં તેઓ ભાગ લઇ શકશે નહી.અગાઉ નીતીશે હાર્દિકની રેલીમા સામેલ થવાની સંમતિ દર્શાવી હતી.

      જેડીયુએ કહ્યું છે કે નીતીશે તેના પાછળનું કારણ જણાવ્યું છે કે પાડોસી રાજય ઉત્ત્   ।   રપ્રદેશ સહિત કેટલાક અન્ય રાજયોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.તેથી તેઓ હાર્દિકની રેલીમાં જઇ શકશે નહી.હાર્દિક પટેલે ગુજરાતમાં પાટીદારો એટલે કે પટેલો માટે સરકારી નોકરીઓ અને કોલેજોમાંઙ્ગ અનામતની માંગને રાજયની ભાજપ સરકાર વિરુદ્ઘ વ્યાપક આંદોલનનું નેતૃત્વ કર્યું હતુ.તેના વિરુદ્ઘ દેશદ્રોહના કેસ નોંધાયા હતા.જેના તેને અનેક મહિનાઓ જેલમાં વિતાવવા પડયા.તેને ગયા વર્ષે કોર્ટ દ્વારા ગુજરાતમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરત પર તેને જેલમાંથી મુકત કરવા આવ્યા હતા.આ મર્યાદા ૧૭ જાન્યુઆરીએ પુરી થશે.

      ગુજરાતની બહાર રાજસ્થાનમાં રહેતા હાર્દિકે ગયા મહિને પટણામાં નીતીશકુમાર સાથે મુલાકાત કરી હતી. નિતીશે હાર્દિકનું સ્વાગત કર્યુ હતું અને વાયદો કર્યો હતો કે તેઓ ૨૮ જાન્યુઆરીએ તેની રેલીમાં સામેલ થશે.બન્ને વચ્ચે થયેલી બે કલાકની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને એક સૂત્ર નક્કી કર્યું હતું-    '   મોદી હરાઓ દેશ બચાઓ   '

      નીતીશની પાર્ટી જેડીયુના નેતાઓએ કહ્યું છે કે હાર્દિકની રેલીમાં સામેલ થવાના નીતીશના નિર્ણયને દારૂબંધી અંગે બિહારના સીએમની પીએમ દ્વારા કરવામાં આવેલા વખાણ સાથે કોઈ લેવા દેવા નથી. ઉલ્લેખનીય છે કે નીતીશકુમાર એકલા વિપક્ષી નેતા છે   ,   જેને પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનું સમર્થન કર્યું હતુ.

      જેડીયુના નેતા કે.સી.ત્યાગીએ કહ્યું કે   ,    અમે હાર્દિકને જણાવ્યું કે નીતીશકુમાર હાલમાં ચૂંટણી અંગે વ્યસ્ત છે અને રેલી ૧૧ માર્ચ બાદ પણ આયોજિત થઇ શકે છે. ત્યાગીએ જણાવ્યું કે તેની પાર્ટી પંજાબ અને યુપીમાં કેટલીક સીટો પર ચૂંટણી લડી રહી છે.તેથી નીતીશ કુમારને ચૂંટણી પ્રચાર માટે મુલાકાત કરવાની થશે. (૨૧.૧૮)

   
 (12:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો