Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ડોગીના મોતના આઘાતમાં છઠ્ઠા માળેથી છલાંગ

પૂણેના MBAના સ્ટુડન્ટે સુસાઇડ-નોટમાં લખ્યું કે સિસ્કા વગર જીવવું મુશ્કેલ થઇ ગયું હતું

   

   

      મુંબઇ તા. ૧૧ : પોતાના પાળેલા કૂતરાના મોતનો આઘાત સહન ન કરી શકવાને કારણે પુણેમાં બાવીસ વર્ષના MBA    સ્ટુડન્ટ અને આર્મી-ઓફિસરના પુત્રે છઠ્ઠા માળ પરના ફલેટની બાલ્કનીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો.  મૃતકની ઓળખ હર્ષવર્ધનસિંહ રાઘવ કંવર તરીકે થઈ છે. તે છત્તીસગઢના રાયપુરનો વતની હતો.

      આ ઘટના બાબતે માહિતી આપતાં હડપસર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેકટરે કહ્યું હતું કે    '   આ દુર્ઘટના સોમવારે રાત્રે સાડાઆઠેક વાગ્યે બની હતી. પ્રાથમિક દૃષ્ટિએ હર્ષવર્ધન અશાંત હોય એવું લાગતું નથી. અમે એકિસડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે અને તપાસ કરી રહ્યા છીએ.   '

      આ કેસની તપાસ કરી રહેલા સબ-ઇન્સ્પેકટરે કહ્યું હતું કે    '   અમને તેના રૂમમાંથી અંગ્રેજીમાં લખાયેલી એક સુસાઇડ-નોટ મળી આવી છે. એમાં હર્ષવર્ધને આપઘાતનું પગલું લેવા બદલ તેના પેરન્ટ્સની માફી માગી હતી અને લખ્યું હતું કે થોડા દિવસ પહેલાં તેના પ્રિય ડોગી સિસ્કાનું મોત થયા બાદ તેને જીવવું અશકય લાગી રહ્યું છે. પોતાના મોત માટે કોઈને જવાબદાર ન ઠરાવવા પણ હર્ષવર્ધને આ ચિઠ્ઠીમાં જણાવ્યું હતું.   '(   ૨૧.૧૫)

   
 (12:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો