Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

વીકમાં મિનિમમ ૪૫ મિનિટનું ઝડપી વોક ઘૂંટણનો દુખાવો પ્રિવેન્ટ કરશે

ઘુંટણને પુરી કસરત મળવી જ જોઇએ

   

   

      નવી દિલ્હી તા. ૧૧: ગંભીર રોગોનો ભોગ બનીને જીવને અકાળે જોખમમાં ન મૂકવો હોય તો વીકમાં ૧૫૦ મિનિટ એકસરસાઇઝ કરવી આવશ્યક છે એવું અમેરિકાની નોર્થવેસ્ટર્ન મેડિસિનના રિસર્ચરોનું કહેવું છે અલબત જો આટલી કસરત ન થઇ શકતી હોય તો જેટલી થાય એટલી કરવી જોઇએ. સૌથી ઓછી વીકમાં ૪૫ મિનિટની કસરતના પણ ઘણા ફાયદા છે. અભ્યાસુઓની વાત માનીએ તો અઠવાડિયે પોણો કલાક બ્રિસ્ક વોકિંગ કરવાની આદત રાખશો તો ઘૂંટણમાં થતા ઘસારાને બચાવી શકાશે. રિસર્ચરોએ બે વર્ષ સુધી વીકમાં સરેરાશ ૪૫ મિનિટનું ઝડપી વોક કરનારા લોકોના ઘૂંટણની તપાસ કરીને નોંધ્યું હતું કે નિયમિત બ્રિસ્ક વોક કરનારા ૮૦ ટકા લોકોના ઘૂંટણની કન્ડિશન સારી હોય છે અને તેમને આર્થ્રાઇટિસની સંભાવના ઘટે છે. અલબત એનાથી વધુ સમય ઝડપી ચાલવાની કસરત કરવામાં આવે તો ફાયદો થાય જ છે. અમેરિકન રિસર્ચરોની એકસારઇઝની ગાઇડલાઇન અનુસાર ૧૦ મિનિટના બ્રિસ્ક વોકનાં ચારથી પાંચ સેશન્સ અઠવાડિયામાં કરવામાં આવે તો એનાથી ઘૂંટણની મૂવમેન્ટ સાંધાના સ્નાયુઓ અને સાંધાને સપોર્ટ કરતા લિગામેન્ટ્સ પણ સ્વસ્થ રહે છે. ઘૂંટણને જરૂરી કસરત ન મળે ત્યારે આર્થ્રાઇટિસ કે ઘસારો પહોંચવાને કારણે દુખાવો થવાની સંભાવના વધી જાય છે. (૨૫.૬)

   
 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS