Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

શેરબજારની અનિશ્ચિતતા વચ્ચે IPOની કતાર તૈયાર

BSEઆ મહિને બાકીના સંખ્યાબંધ IPO બજેટ બાદ

   

   

      મુંબઇ તા. ૧૧: શેરબજારની ચાલમાં ભલે અત્યારે અનિશ્ચિતતા રહી હોય પરંતુ મૂડીબજારમાંથી નાણાં ઉભાં કરવા IPO   ની કતાર લાગી રહી છે.    BSE    સહિત સંખ્યાબંધ IPO    આગામી અમુક મહિનામાં આવી રહ્યા છે જે રોકાણકારો માટે નવી તક ઓફર કરશે. BSE   નો    IPO   તો આ મહિનાની ૨૩ તારીખે જ ખૂલી રહ્યો છે.

      કઇ કંપનીઓના    IPO   ?

      એ ઉપરાંત્ અન્ય આવી રહેલાIPO   માં એવન્યુ સુપર માર્ટ (ડી-માર્ટ) હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન   ,    હેસ્ટ    DM    હેલ્થકેર   ,    હિન્દુજા લેલેન્ડ ફાઇનેન્સ   ,    કોન્ટિનેન્ટલ વેરહાઉસિંગ   ,    સેન્ટ્રલ પિડોઝિટરી સર્વિસિસ   ,    બાર્બેકયુ નેશન અને એવી ફાઇનેન્સનો સમાવશે છે. જોકે આ સાથે નેશનલ સ્ટોક એકસેચેન્જનો મેગા IPO    પણ આવી રહ્યો છે. આમ આ વર્ષે બન્ને એકસેચેન્જિસ પોતાના IPO    લાવી લિસ્ટેડ થઇ જશે જે મૂડીબજારના ઇતિહાસમાં નોંધપાત્ર ઘટના હશે. આમાંથી મોટા ભાગની કંપનીઓ ઇશ્યુ લાવતાં પહેલાં બજેટની રાહ જોવા માગે છે. ૧ ફેબ્રુઆરીએ બજેટ બાદ આ કંપનીઓ પોતાના ઇશ્યુની તારીખ અને પ્રાઇસ બેન્ડ જાહેર કરશે.

      સેબીએ તાજેતરમાં ૧૪ IPO   ને મંજૂરી આપી છે. જેઓ બજારમાંથી  ૮૦૨૦ કરોડ રૂપિયા ઉભા કરવા માગે છે. અન્ય ૧૫   ,   ૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવા ૧૦ કંપનીઓએ સેબીમાં પોતાના દસ્તાવેજો ફાઇલ કર્યા છે. અને બીજી ૧૨ જેટલી કંપનીઓ પોતાના દસ્તાવેજ ફાઇનલ કરવાના અંતિમ સ્ટેજમાં છે.

   BSE   નો    IPO   આ મહિને

      BSE   નો    IPO   આ મહિને અંતિમ સપ્તાહમાં આવી રહ્યો છ જે આશરે ૧૨૦૦થી ૧૩૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાનું લક્ષ્ય રાખે છે. જ્યારે ડી-માર્ટનો ઇશ્યુ આશરે ૨૦૦૦ કરોડ રૂપિયા આસપાસનો હશે.

       બજારના જાણકારોના મતે શેરબજારની ચાલની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતાં નાના-મોટા ઇન્વેસ્ટરો IPO   માં રોકાણ કરવાનું પસંદ કરશે. ગયા વર્ષે ૨૬ કંપનીઓ    IPO    મારફત ૨૬   ,   ૫૦૦ કરોડ રૂપિયા ઉભા કરી ગઇ હતી. અત્યારે પણ સારાં ફન્ડામેન્ટલ્સવાળી કંપનીઓના IPO   ની સારી ડિમાન્ડ છે. (૨૫.૫)

   
 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો