Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

૨૦૧૭માં ૧૦ કરોડ ગ્રાહકો સાથે ઓનલાઇન શોપિંગ ૩૦% વધશે

ઓનલાઇન શોપીંગને નોટબંધી ફળશે : ગુજરાતના કોઇ શહેર ટોપ રેન્કમાં નહીં

   

   

      નવી દિલ્હી તા. ૧૧ : ઓનલાઇન શોપિંગનો ક્રેઝ જબરજસ્ત રીતે વધી રહ્યો છે અને ગત વર્ષે (૨૦૧૬)માં ૬૯ મિલિયન એટલે કે લગભગ સાત કરોડ લોકોએ ઓનલાઇન શોપિંગ કર્યું છે. આગામી વર્ષમાં આ સંખ્યા વધીને ૧૦ કરોડ સુધી પહોંચે એવી શકયતા એસોચેમે દર્શાવી છે. ઓનલાઇન શોપિંગને ચાલુ વર્ષે નોટબંધી ફળશે અને તેમાં ૩૦% જેટલો ઉછાળો આવે તેમ સર્વેના મૂલ્યાંકન પરથી સામે આવે છે. ઓનલાઇન શોપિંગ કરનારા ટોપ થ્રી શહેરોમાં અનુક્રમે બેંગ્લોર   ,    મુંબઇ અને દિલ્હીનો સમાવેશ થાય છે. જયારે કે ગુજરાતનું કોઇ શહેર ટોપ રેન્કમાં પહોંચ્યું હોય તેમ સર્વેમાં જણાવ્યું નથી.

      એસોચેમના સર્વે પ્રમાણે   , '   ઓનલાઇન શોપિંગમાં સૌથી વધુ કપડાનું વેચાણ થાય છે. ૨૦૧૬માં ૮૫% ગ્રાહકોએ ફેશનેબલ કપડાની ખરીદી કરી છે. ૭૫% ગ્રાહકોએ કાંડા ઘડિયાળ અને ૬૫%એ જવેલરીની ખરીદી પણ ઓનલાઇન કરી છે. એવી જ રીતે ૬૮% ગ્રાહકોએ મોબાઇલ અને ૨૫% ગ્રાહકોએ કોસ્મેટિકસની ઓનલાઇન ખરીદી કરી છે. તે ઉપરાંત કમ્પ્યૂટર   ,    ઇલેકટ્રોનિકસ   ,    ફેશન એકસેસરિઝ વગેરેનું ઓનલાઇન શોપિંગ પણ વધ્યું છે.   '

      એસોચેમના સર્વેમાં જણાવ્યા પ્રમાણે   , '   ઇ-રિટેઇલનું બજાર વર્ષ ૨૦૧૬માં ૩.૫૯ બિલિયન ડોલર હતું જે વર્ષ ૨૦૧૮ સુધીમાં વધીને ૧૭.૫૨ બિલિયન ડોલર્સ સુધી પહોંચી જવાની શકયતા છે. એટલે કે ઓનલાઇન શોપિંગના માર્કેટમાં ૬૫% સુધી જંગી ગ્રોથ જોવા મળશે. આ વર્ષે (૨૦૧૭)માં મોબાઇલ કોમર્સ કિ-ફેકટર બની રહે એવી શકયતા છે. અત્યાર સુધી કુલ ઓનલાઇન શોપિંગમાં ૩૫% ફાળો મોબાઇલથી થતી શોપિંગનો છે જે ૨૦૧૭માં વધીને ૫૦% સુધી પહોંચી જશે.   '   જો કે   ,    આ ક્ષેત્રે અનેક તકો અને પડકારો વિશે પણ સર્વેમા ચર્ચા કરવામાં આવી છે. જે પ્રમાણે ઓનલાઇન માર્કેટના પડકારોમાં સૌથી પહેલા તો એક અસરકારક કાયદાની અછત જણાય છે. તે સિવાય સતત બદલાતા બિઝનેસના આધારો   ,    શહેરી ગ્રાહકોની બદલાતી પસંદગી   ,    મેનપાવરની અછત અને ગ્રાહકોની જેતે ઓનલાઇન પોર્ટ્લ કે વેબસાઇટ પ્રત્યેની પ્રામાણિકતા પણ એક મોટો પડકાર છે. જયારે કે નેટ બેંકિંગની સુવિધા   ,    નોટબંધીની નીતિ   ,    ફાઈનાન્શિયલ સેકટર માટેની સરકારી નીતિઓ આ સેકટર માટે નવી તકો ખોલી રહી છે. (૨૧.૭)

      ઓનલાઇન શોપિંગમાં કઇ વસ્તુનો વધુ ક્રેઝ

      ફેશનેબલ કપડા

      85%

      કાંડા ઘડિયાળ

      75%

      મોબાઇલ ફોન

      85%   

      આર્ટિફિશિયલ જ્વેલરી

      65%

      કોસ્મેટીકસ અને અન્ય વસ્તુ

   25%

 (11:50 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો