Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

નોટબંધી અત્યાચારી : ભારતીય અર્થતંત્ર સંકટમાં : ન્યૂયોર્ક ટાઇમ્સ

રોકડની અછતને કારણે ભારતીયોના જીવનમાં પરેશાની વધ્યાનો દાવો

નોટબંધી અત્યાચારી : ભારતીય અર્થતંત્ર સંકટમાં : ન્યૂયોર્ક ટાઇમ્સ

   

   

      ન્યૂયોર્ક તા. ૧૧ : ભારત સરકાર દ્વારા લેવામાં આવેલું નોટબંધીનું પગલું ભયાનક છે અને નોટબંધી પછી ભારતીય અર્થતંત્ર ભારે મુશ્કેલી વેઠી રહ્યું છે તેવું અમેરિકાનાં અખબાર    '   ન્યૂ યોર્ક ટાઈમ્સ   '    દ્વારા જણાવવામાં આવ્યું છે. રોકડની અછતને કારણે ભારતીયોનાં જીવનમાં પરેશાની વધી હોવાનો તેનાં તંત્રી લેખમાં દાવો કરાયો છે. અખબારે સોમવારે તેની એડિટમાં લખ્યું હતું કે   ,    ભારતમાં રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો રદ કરવાની ભયાનક યોજના બનાવવામાં આવી અને તેનો અમલ કરાયો હતો. પણ આને કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યાનાં કોઈ પૂરાવા મળતા નથી.

      ભારત સરકાર દ્વારા સૌથી વધુ ચલણમાં ફરતી મોટી નોટોને રદ કર્યાનાં બે મહિના પછી ભારતનું અર્થતંત્ર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મંદી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે મકાનોનું તેમજ કારોનું વેચાણ ઘટયું છે. ખેડૂતો અને દુકાનદાર તેમજ અન્ય ભારતીયોનાં જણાવ્યા મુજબ રોકડની અછતને કારણે લોકોનું જીવન હાલાકીમાં મુકાયું છે. ગામડાઓમાં રોકડની સમસ્યા વિકરાળ છે.

      ભારતમાં ૮ નવેમ્બરે બજારમાં ફરતી કુલ નોટોમાં રદ કરાયેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટોનો હિસ્સો ૮૬ ટકા હતો. ભ્રષ્ટાચાર   ,    બ્લેકમની   ,    આતંકવાદ અને નકલી નોટોને રોકવા માટે આ પગલું જરૂરી હોવાનું ભારતનાં પીએમ મોદીએ જાહેર કર્યું હતું. નોટબંધીની આ યોજના ભયાનક રીતે ઘડાઈ હતી અને તેનો અમલ કરાયો હતો. ભારતવાસીઓ કલાકો સુધી પૈસા જમા કરાવવા અને ઉપાડવા બેન્કોની બહાર લાઈનોમાં ઊભા રહ્યા હતા. નવી નોટોનો પુરવઠો ઓછો છે કારણ કે સરકારે આવી નોટો યોગ્ય જથ્થામાં છાપી જ નથી. નાના શહેરો   ,    નગરો અને ગામડાઓમાં રોકડની સમસ્યા વિકરાળ છે. આરબીઆઈનાં જણાવ્યા મુજબ ૪ નવેમ્બરે ૧૭   ,   ૭૦૦ અબજ રૂપિયા ચલણમાં હતા પણ ૨૩ ડિસેમ્બરે ફકત ૯૨૦૦ અબજ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા.(૨૧.૮)

   
 (11:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS