Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ડાઉન લોડીંગમાં એરટેલ - વોડાફોન કરતા ઝડપી છે રિલાયન્સ Jio 4Gની સ્પીડ

ટ્રાઇનો દાવો : સ્પીડમાં 'જીઓ' અપલોડ પ્રથમ ત્રણમાં પણ આવતું નથી

   

   

      નવી દિલ્હી તા. ૧૧ : રિલાયન્સ જિયોની 4G    ઈન્ટરનેટ સ્પીડ હવે દિગ્ગજ ટેલિકોમ કંપની એરટેલ અને વોડાફોન કરતા ઝડપી છે. આ દાવો ટેલિકોમ રેગ્યુલેટરી ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (   TRAI   )   ની વેબસાઈટ પર રજૂ કરેલા આંકડાઓ દર્શાવી રહ્યા છે. ટ્રાઈની ઈન્ટરનેટ સ્પીડ ચેક કરતી વેબસાઈટ પર રિલાયન્સ જિયોની    4G    સ્પીડને ડિસેમ્બર ૨૦૧૬ બાદ આશ્ચર્યજનક રીતે વધારે દેખાડવામાં આવી રહી છે અને સ્પીડ મામલે સૌથી ઉપર રજૂ કરવામાં આવી છે.

      ટ્રાઈએ પોતાની વેબસાઈટ પર ડાઉનલોડિંગ સ્પીડના ટોપ ૩ ચાર્ટમાં રિલાયન્સ    Jio   ની સ્પીડ ૯.૯૨    Mbps    દેખાડી છે. જયારે બીજા નંબરે એરટેલ જેની સ્પીડ ૮.૦૭    Mbps    અને ત્રીજા નંબરે વડાફોન છે જેની સ્પીડ ૭.૫૩    Mbps    છે. જોકે   ,    અપલોડિંગ સ્પીડમાં    Jio   ને હજુ પણ સુધારો કરવાની જરૂર છે. વેબાસાઈટ પર    Jio   ની અલોડિંગ સ્પીડ ૬.૧૨ Mbps    છે.    Jio    અપલોડ સ્પીડના ટોપ ૩માં નથી.

      ગત વર્ષે ઓકટોબરમાં ટ્રાઈની આ વેબસાઈટ પર રિલાયન્સ જિયોની ૪ઞ્ સ્પીડ પાંચ કંપનીઓમાં સૌથી ઓછી હતી. આ સમયે સૌથી ઉપર એરટેલની સ્પીડ ૧૧.૪    Mbps    દેખાડવામાં આવી હતી   ,    જયારે ૭.૯    Mbps   ની સ્પીડ સાથે બીજા નંબરે અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન રહી હતી. ત્રીજા નંબરે આઈડિયા અને ચોથા નંબરે વોડાફાન રહ્યું હતું. આ લિસ્ટમાં સૌથી નીચે પાંચમાં નંબરે રિલાયન્સ Jio    હતું. રિલાયન્સ    Jio   ની સ્પીડ ૬.૨ Mbps    રજૂ કરવામાં આવી હતી.(૨૧.૯)

 (11:49 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો