Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

'ISILનો ખાતમો થશે જ, અમેરિકાને ધમકી આપનાર કોઇ નહીં બચે'

ઓબામાની ફેરવેલ સ્પીચ

<br />'ISILનો ખાતમો થશે જ, અમેરિકાને ધમકી આપનાર કોઇ નહીં બચે'

       

       

            શિકાગો તા. ૧૧ :  અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બુધવારે શિકાગોમાં તેમનું અંતિમ વિદાયમાન પ્રવચન આપ્યું હતું. જેમાં ઓબામાએ કહ્યું હતું કે જયારે સામાન્ય માણસ જાગે છે      ,       ત્યારે પરિવર્તન થાય છે. આ બાબત હું મારા કાર્યકાળ દરમિયાન સમજયો છું. તેમણે ઈમિગ્રન્ટ્સના સંતાનોના વિકાસ પર પણ ભાર મૂકયો હતો.

             તેમણે કહ્યું હતું કે      , '      છેલ્લા આઠ વર્ષ દરમિયાન કોઈ વિદેશી આતંકવાદી સંગઠન દેશમાં આતંકવાદી હુમલો નથી કરી શકયું.      ' '      બોસ્ટન અને ઓર્લાન્ડોના હુમલાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે      ,       ધાર્મિક કટ્ટરતા કેટલી જોખમી પુરવાર થઈ શકે છે.      '       આમ છતાંય આપણી સુરક્ષા એજન્સીઓ અગાઉ કયારેય ન હોય તેટલી સબળ વર્તમાન સ્થિતિમાં છે.        '      ત્લ્ત્ન્નો નાશ થશે જ. અમેરિકાને ધમકી આપનાર કોઈ બચી ન શકે.      '       ઓસામા સહિત હજારો આતંકવાદીઓનો અમેરિકાએ નાશ કર્યો છે.

            તેમણે કહ્યું હતું કે      , '      હું મુસ્લિમ અમેરિકનો પ્રત્યે થઈ રહેલા ભેદભાવને  નકારું છું.      '   '      આઠ વર્ષ અગાઉ જે તમારી પાસેથી માંગ્યું હતું      ,       તે આજે ફરીથી માંગું છું. પરિવર્તન લાવવા માટે મારામાં નહીં      ,       તમારામાં વિશ્વાસ રાખો.      '        ઓબામાએ સ્વીકાર્યું હતું કે      ,       દેશમાં રંગભેદ પ્રવર્તમાન છે. પરંતુ ૧૦      ,      ૨૦ કે ૩૦ વર્ષ અગાઉની સ્થિતિ કરતાં હાલમાં સ્થિતિ સારી હોવાનો પણ દાવો કર્યો હતો. 

            ઓબામાએ કહ્યું હતું કે      ,       ઈમિગ્રન્ટ્સના બાળકોનો વિકાસ થાય તે જોવું રહ્યું. તેઓ દેશમાં વધી રહેલા કામદાર વર્ગનો મોટો ભાગ છે.       '      સાથે ચાલીએ અને સાથે પડીએ      ,'       એ લોકશાહીની મૂળભૂત વિભાવના છે.      આગામી દસ દિવસ દરમિયાન આપણો દેશ લોકશાહીની આ વિભાવનાનો નમૂનો જોશે. જયારે મારી સરકાર ટ્રમ્પની સરકારને શાસનની ધૂરા સોંપશે.       '      મેં સત્ત્      ।      ાના સુવ્યવસ્થિત હસ્તાંતરણ અંગે ટ્રમ્પને ખાતરી આપી છે.      '

            ઓબામાએ દાવો કર્યો હતો કે      , '      આઠ વર્ષ પહેલા મને જે અવસ્થામાં દેશ મળ્યો      ,       તેના કરતા આજે વધુ મજબૂત અને સારો છે.      ' '      ઓબામાના ભાષણ દરમિયાન       '      ફોર મોર યર્સ      '      ના નારા લાગ્યા હતા. પરંતુ ઓબામાએ કહ્યું હતું      , '      શકય નથી.      '       હું શીખ્યો છું કે જયારે સામાન્ય માણસ સંઠિત થાય અને પરિવર્તનની માંગ કરે છે ત્

       

            યારે જ પરિવર્તન    આવે છે.  હું દરરોજ તમારા પાસેથી કશું શીખ્યો છું. તમે મને સારો રાષ્ટ્રપતિ અને સારો માણસ બનાવ્યો છે.   છેલ્લા અમૂક અઠવાડિયા દરમિયાન મને અને મિશેલને શુભકામનાઓના જે સંદેશ મળ્યા છે      ,       તેના માટે તમામનો આભાર માનું છું.(૨૧.૧૦)

       

 (11:48 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS