Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

હાય રે ગરીબી.... નોટબંધીઃ ઓડિશામાં માતાએ નવજાતને રૂ. ૨૦૦૦માં વેચ્યું!

   

   

      ભુવનેશ્વર તા. ૧૧ : કેન્દ્રપાડા જિલ્લાના ભ્રામારાદિયાપટના વિસ્તારની ગીતા મુર્મુએ રવિવારે એક ટેન્ટમાં આ બાળકને જન્મ આપ્યો હતો. પતિએ છોડી દીધા પછી ગીતા દાડિયા મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી.

      આ વિસ્તારના અન્ય મજૂરોની જેમ નોટબંધી પછી ગીતાને કામ મળવામાં મુશ્કેલી થઈ રહી હતી   ,    જયારે ગર્ભાવસ્થા દરમિયાન તેનો ખર્ચ વધી ગયો હતો. પોતાની ૧૨ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રના ભરણપોષણ માટે તેની પાસે અન્ય કોઈ ઉપાય નહોતો. આથી ગીતાએ પડોશી મમતા સાહૂ સાથે પોતાના બાળકનો સોદો રૂ. ૨૦૦૦માં કરી દીધો હતો.

      ગીતાના કહેવા પ્રમાણે હાલની સ્થિતિમાં તેના માટે એકલા હાથે પરિવારની જવાબદારી ઉઠાવવાનું શકય નથી. બીજી તરફ મમતા સાહૂનો પરિવાર પોતાના ખાનદાનનું નામ આગળ વધારવા માટે પુત્રની શોધમાં હતો. મમતા સાહૂએ કહ્યું હતું   , '   મારે એક પુત્રી જ છે. તેથી મેં ગીતા પાસે પહેલા જ આશ્વાસન લીધું હતું કે જો તે પુત્રને જન્મ આપશે તો તે મને સોંપી દેશે. તેના બદલામાં મેં તેને મોઢે માંગી રકમ આપવાનું વચન આપ્યું હતું.   ' (   ૨૧.૧૧)

    

   
 (11:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS