Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

મુંબઇ-પૂણેનાં ૭૦% વેપારીઓ નોટબંધીથી પ્રભાવિત

જોકે, ૬૩ ટકા લોકોએ સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હોવાનો સર્વેમાં દાવો

   

   

      ઉરી તા. ૧૧ : નોટબંધીથી દેશની આર્થિક રાજધાની મુંબઈ તથા પૂણેના મેન્યુફેકચરીંગ કેન્દ્રની સાથે આસપાસના ૭૦ ટકા જેટલા વેપારીઓ પ્રભાવિત થયા છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. એસબીઆઈ રિસર્ચે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે મેન્યુફેકચરિંગ જેવાં ક્ષેત્રો તથા માર્ગો પર લારી-ખુમચા લગાવતા લોકો નોટબંધીના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ જાણકારી મુંબઈ અને પૂણેમાં વિવિધ સંગઠિત અને અસંગઠિત વ્યાપાર સમૂહ વચ્ચે કરાયેલા સર્વેમાં સામે આવી છે. આ સર્વે રોજિંદા વ્યાપાર પર નોટબંધીના પ્રભાવ તથા આ કદમથી ડિજિટલ પેમેન્ટમાં થયેલા વધારાની ભાળ મેળવવા માટે કરવામાં આવ્યો હતો.

   
 (11:47 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS