Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

થરથર કાંપતુ ઉ.ભારતઃ કાશ્મીર-હિમાચલમાં ફરી હીમવર્ષા

દેશના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીઃ અનેક સ્થળે રેકોર્ડ તૂટયાઃ દિલ્હીમાં ૪ ડીગ્રીઃ પાંચ વર્ષનો રેકોર્ડ તૂટયોઃ જમ્મુમાં પણ સીઝનની સૌથી વધુ ઠંડીઃ રાજસ્થાન, હરીયાણામાં તાપમાન શૂન્યઃ ઉત્તરાખંડમાં અનેક સ્થળે બરફ પડયોઃ લેહમાં માઈનસ ૧૩ ડીગ્રી તાપમાનઃ મધ્ય પ્રદેશમાં પણ ૧૦ ડીગ્રી નીચે તાપમાન નોંધાયું: પંજાબ, ગુજરાતમાં પણ કાતીલ ઠંડી

થરથર કાંપતુ ઉ.ભારતઃ કાશ્મીર-હિમાચલમાં ફરી હીમવર્ષા

       

       

            નવી દિલ્હી      ,       તા. ૧૧ :. સમગ્ર ઉત્તર ભારત શીતલહર અને કાતિલ ઠંડીના ભરડામાં આવી ગયુ છે. દિલ્હી અને જમ્મુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. કાતિલ ઠંડી વચ્ચે ધુમ્મસ પરેશાનીનું કારણ બન્યુ છે. બિહાર      ,       ઝારખંડ      ,       રાજસ્થાન      ,       ઉત્તર પ્રદેશ      ,       પંજાબ      ,       હરીયાણા      ,       જમ્મુ કાશ્મીર      ,       ગુજરાત      ,       મધ્ય પ્રદેશમા પણ ભયંકર ઠંડી પડી રહી છે. દિલ્હીમાં ૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે અને ઠંડીએ પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો છે.

            જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેેશમાં ફરી હિમપાત થયો છે. જમ્મુમાં તાપમાન ૩.૭ ડીગ્રી તો લેહમાં માઈનસ ૧૩.૯ ડીગ્રી તાપમાન નોંધાયુ છે. સિમલા સહિત અનેક વિસ્તારોમાં ૧૦૦ કલાકથી વધુ વિજળી ગુલ છે. અનેક માર્ગો બંધ છે. સીઝનમાં પહેલીવાર રાજસ્થાનમાં પણ પારો શૂન્યની નીચે ચાલ્યો ગયો છે. મધ્ય પ્રદેશના ૧૫ શહેરોમાં તાપમાન ૧૦ ડીગ્રી નીચે ચાલ્યુ ગયુ છે.

            જમ્મુ કાશ્મીરના લેહમાં માઈનસ ૧૩.૯ ડીગ્રી      ,       કારગીલમાં માઈનસ ૧૨.૪      ,       ગુલમર્ગમા માઈનસ ૧૨ અને પહલગામમા માઈનસ ૬.૨ ડીગ્રી તાપમાન નોંધાયુ છે. સીમલા-કુલુમનાલી      ,       મઢી      ,       રોહતાંગ સહિત પહાડોમાં સતત બરફ વર્ષા થઈ રહી છે. સીમલામાં અનેક ફુટ સુધી બરફ જામી ગયો છે ત્યાં તાપમાન ૪ થી ૬ ડીગ્રી નોંધાયુ છે. ૨૮૦થી માર્ગો બંધ છે. વિજળી બંધ હોવાને કારણે એટીએમ પણ બંધ છે. હોટલોમાં સ્વાઈપ મશીનો પણ ચાલતા નથી.

            રાજસ્થાનમાં પણ ભારે ઠંડી પડી રહી છે. ફલોદીમાં માઈનસ ૦.૫ ડિગ્રી નોંધાયુ છે. માઉન્ટ આબુમાં માઈનસ ૨.૪ ડીગ્રી તાપમાન નોંધાયુ છે. ચુરૂ      ,       જયપુર      ,       બીકાનેર      ,       ગંગાનગરમાં પણ કાતીલ ઠંડી પડી રહી છે.

            સમગ્ર ઉત્તર પ્રદેશમાં બરફીલા પવન સાથે ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડમાં પણ ભારે ઠંડી પડી છે. ગંગોત્રી      ,       યમુનોત્રી      ,       બદ્રીનાથ અને હેમકુંડમાં બરફ પડયો છે. ઝારખંડમાં પણ ભારે ઠંડી પડી છે. હરીયાણામાં પણ ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે.

            દિલ્હીમાં ઠંડીએ રેકોર્ડ તોડતા અને ધુમ્મસના કારણે ૨૬ ટ્રેનો મોડી દોડી રહી છે.(૨-૬)

       

       

 (11:45 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો