Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

અલ-નિનો અસર : દિલ્હી - ઉત્તર ભારતમાં શિયાળો હૂંફાળો રહ્યો

દિલ્હીમાં ૮ વર્ષમાં સૌથી ગરમ ડિસેમ્બર અનુભવાયો : શ્રીનગરમાં પણ સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધુ ગરમ તાપમાન નોંધાયુ

   

   

      નવી દિલ્હી : ગાત્રો થિજાવી નાખતી ઠંડી પડે એવો શિયાળો હવે જાણે ભૂતકાળની વાત થઈ ગઈ હોય એવુ લાગે છે. જો તમે દિલ્હીમાં હો અને હજુ તમે તમારા ગરમ વસ્ત્રો બહાર ન કાઢ્યા હોય તો આશ્ચર્ય પામશો નહીં. ૨૦૧૬માં દિલ્હીમાં ૮ વર્ષમાં સૌથી વધુ હૂંફાળો ડિસેમ્બર જોવા મળ્યો. બીજું ઉત્તરમાં શ્રીનગરમાં પણ તાપમાન સામાન્ય કરતા પાંચ ડિગ્રી હૂંફાળુ હતું. ડિસેમ્બર મહિનો એવો ગરમ રહ્યો કે વેપારીઓએ જણાવ્યું કે ૨૦૧૪ અને ૨૦૧૫માં શિયાળાના ગરમ કપડાના વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો. તો પછી ખરેખર શું બની રહ્યું છે   ?

      હવામાન અંગે કોઈ આગાહી કરી શકાય નહીં. હવામાને પ્રભાવિત કરતા અનેક પરિબળો હોય છે અને તેથી એક મૂળ કારણ બતાવવું મુશ્કેલ છે કારણ કે એક કરતા વધુ પરિબળો કામ કરે છે. સૌપ્રથમ તો વિશ્વભરમાં પવનની લહેરો ગરમ અને ઠંડી બંને પ્રકારની હોય છે. આ ઉપરાંત સમુદ્રના પ્રવાહો વિશ્વભરના જુદા જુદા તાપમાનના પાણીને ફેરવતા હોય છે. સૂર્ય તરફ પૃથ્વીના ઝૂકાવની પણ અસર પડતી હોય છે.

      આ બધા પરિબળોને કારણે ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે તેમ છતાં સંશોધકો શું ચાલી રહ્યુ છે તેની ચોક્કસ વાત કરી શકે છે. ગઈ સાલ પ્રશાંત મહાસાગરમાં સામાન્ય કરતા વધુ તાપમાનની અસર વિશ્વભરના હવામાન પર જોવા મળી હતી. આ ઘટનાને અલનીનોની અસરથી દિલ્હીમાં ગઈસાલ શિયાળો હૂંફાળો રહ્યો હતો. આ વર્ષે દિલ્હીમાં ઓછા વરસાદ માટે પણ હૂંફાળો શિયાળો જવાબદાર ગણવામાં આવે છે.ઓકટોબરથી દિલ્હીમાં સામાન્ય કરતા ૯૦ ટકા ઓછો વરસાદ પડ્યો હતો. આગામી દાયકામાં આબોહવા પરિવર્તનથી સ્થિતિ વધુ બદતર બનવાની શકયતા છે. આ સ્થિતિ કૃષિ ક્ષેત્ર માટે સમસ્યારૂપ બની શકે છે. પર્યાપ્ત પ્રમાણમાં ઠંડી કે બરફ વગર પાકને નુકશાન પહોંચશે જે આપણા બધા માટે ખરાબ સમાચાર છે.

   
 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS