Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

૧૪ થી ૧૮ સુધી ફરી હીમવર્ષાની જમાવટ થશેઃ સિમલામાં બે દિ'માં ૬૩ સે. મી. બરફવર્ષા : નવા વર્ષના પ્રારંભે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

રોહતાંગ પાસ - કોકસ - જલોદી પાસ - મઢી - મનાલીમાં ૬૦ થી ૨૧૦ સે. મી. હિમવર્ષા : સોલનમાં ૦.૫ ડિગ્રી - શિમલા ૦.૪ ડિગ્રી - મનાલીમાં માઈનસ ૨ ડિગ્રી- કલ્પામાં માઈનસ ૭ અને કેલાંગમાં માઈનસ ૯.૭ ડિગ્રી જેવી કાતિલ ઠંડી

૧૪ થી ૧૮ સુધી ફરી હીમવર્ષાની જમાવટ થશેઃ સિમલામાં બે દિ'માં ૬૩ સે. મી. બરફવર્ષા : નવા વર્ષના પ્રારંભે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

   

   

      ૧૯૯૦માં ૩ દિ   '   માં ૨૦૨ સે. મી. બરફ પડેલ : તે પછી સૌથી વધુ બરફ    ''   હિલ્સ કવીન સીમલા   ''   માં પડ્યો : ૪ દિ   '   માં ૪ મોત : નાની - મોટી ૫૦૦ સડકો ઉપર વાહન - વ્યવહાર પ્રભાવિત : મનાલી - અપર સીમલા - ડેલહૌઝી સહિતના વિસ્તારોમાંથી હજારો પ્રવાસીઓને સલામત ખસેડ્યા : રાજધાની સીમલા સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલ સુધી ૪-૪ દિવસથી બ્લેકઆઉટ : વિજળી - પીવાના પાણીની રાડ બોલી : વીજ થાંભલા - ટ્રાન્સફોર્મરો તૂટી પડ્યા : પાણીની પાઈપો જામી ગઈ : સિમલા હવામાન ખાતાના ડીરેકટર ડો. મનમોહનસિંહના કહેવા પ્રમાણે ૧૪ થી ૧૬ જાન્યુ. સુધી ફરી હીમવર્ષા થઈ શકે છે અને આજથી ૩ દિવસ હવામાન ખરાબ રહી શકે છે : જો કે આ ૩ દિવસ બરફ લગભગ નહિં પડે.

      સિમલામાં જબરજસ્ત હિમવર્ષાથી હેરાનગતિ ખરી પણ પ્રવાસીઓ રાજીરાજી : જાખુ મંદિરનું ભારે આકર્ષણ

      આ વર્ષે સીમલા - કુલુ મનાલીમાં ભારે હીમવર્ષાની દેશભરમાં ચર્ચા છે. આખુ સિમલા બરફની ચાદર હેઠળ છે. સહેલાણીયો માટે તો જાણે લોટરી મળી ગઈ છે : હિમવર્ષાને લીધે અહીં ૮૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલ હનુમાનજીના જાખુ મંદિરે પહોંચવા ભારે મુશ્કેલી છતાં લોકો આનંદ ઉઠાવી રહ્યા છે : ૨૬ વર્ષ પછી હિમવર્ષાનો આ ભવ્ય નઝારો જોવા મળી રહ્યો છે : પ્રવાસીઓ આ અદ્દભૂત મજા લૂંટી રહ્યા છે. સિમલા - મોડ રોડથી ૭ાા કિ.મી. દૂર ૮૦૦૦ ફૂટે આવેલ ભગવાન હનુમાજીના પ્રાચીન - સુપ્રસિદ્ધ જાખુ મંદિરમાં હનુમાનજીની ૧૦૮ ફૂટ ઉંચી પ્રતિમા ફરતી બરફની ચાદર છે (તસ્વીરમાં) જેથી સહેલાણીઓ ખુશ ખુશ છે : રવિવાર સાંજથી હિમ પડવો બંધ તથાં પ્રવાસીઓ ગાંડાતૂર બન્યા છે. આ અદ્દભૂત નજારો જોઈ પાગલ બની ગયા છે. અનેક મુશ્કેલી ભોગવી હજારો લોકો જાખુ મંદિર પહોંચી ખુશી - ખુશી થઈ જાય છે. હનુમાનજી મહારાજના દર્શન અને સાથે જ બરફની ચાદરનો નજારો માણી રહ્યા છે.(૩૭.૪)

   
 (11:44 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો