Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

પ્રોપર્ટી માર્કેટ કડડડભૂસ : આવાસોના વેચાણમાં ૪૪ ટકાનો ઘટાડો

નોટબંધીની અસર

<br />પ્રોપર્ટી માર્કેટ કડડડભૂસ : આવાસોના વેચાણમાં ૪૪ ટકાનો ઘટાડો

       

       

            નવી દિલ્હી તા. ૧૧ : નોટબંધીની વિપરીત અસરને કારણે ઓકટોબર-ડિસેમ્બર ૨૦૧૬ દરમિયાન હાઉસિંગ માર્કેટ       '      સંપૂર્ણ ઠપ      '       થઈ ગઈ હતી      ,       કારણ કે રહેઠાણોનું વેચાણ દેશનાં ટોચના આઠ શહેરોમાં ૪૪ ટકા સુધી ઘટી ગયું હતું      ,       જે ૨૦૧૦ બાદ સૌથી નીચલા સ્તરે આવી ગયું હતું. આ પરિસ્થિતિનેકારણે બિલ્ડરોને રૂ. ૨૨      ,      ૬૦૦ કરોડની મહેસૂલી ખોટ ગઈ હતી      ,       એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.  પ્રોપર્ટી નિષ્ણાતોએ આને કારણે રાજય સરકારને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં રૂ. ૧૨૦૦ કરોડનું નુકસાન થયું હોવાનું નોંધ્યું છે.

            દિલ્હી-એનસીઆર      ,       મુંબઈ      ,       કોલકાતા      ,       ચેન્નઈ      ,       બેંગલુરુ      ,       હૈદરાબાદ      ,       પુણે અને અમદાવાદ જેવાં આઠ શહેરની પ્રાઈમરી હાઉસિંગ માર્કેટમાં નાઈટ ફ્રેન્ક દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ આઠ શહેરોમાં રહેઠાણોના વેચાણમાં મોટો ભાવ ઘટાડો જોવા મળ્યો હતો      ,       એમ વધુમાં જણાવવામાં આવ્યું હતું. (૨૧.૧૧)

       

 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો