Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ગિરનાર ઠરી ગયો ૩ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર - કચ્છ ટાઢાબોળ

જામનગર ૭.૫: રાજકોટમાં દોઢ ડિગ્રી ઠંડી વધી : રાત્રે સન્નાટો - ૮.૩ ડિગ્રી : પોરબંદર એકાએક : ઠૂંઠવાયું ૮ ડિગ્રીઃ નલીયામાં પારો સૌથી નીચો ગયો ૫.૪ : કચ્છના સફેદ રણમાં ૭ ડિગ્રી : જૂનાગઢ ૮ ડિગ્રી

   

   

      રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો બરાબરનો જામતો જાય છે અને લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરતો જાય છે. જેના કારણે વાતાવરણ ઠંડુગાર થઇ જાય છે.

      રવિવાર સવારથી વાતાવરણમાં પલ્ટો આવતાની સાથે જ ઠંડક છવાઇ ગઇ હતી. અને આજે સતત ચોથા દિવસે વાતાવરણમાં ઠંડક યથાવત છે અને લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

      પવનના સતત સૂસવાટા ફુંકાઇ રહયા છે. જેના કારણે આખો દિવસ ગરમ કપડા પહેરી રાખવા પડે છે.

      ઠંડીના કારણે રાત્રીનાં રસ્તાઓ સુમસામ બની જાય છે. અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે.

      વહેલી સવારના સમયે ઠંડીના કારણે લોકોની અવરજવર બંધ થઇ જાય છે અને લોકો ગરમ કપડા પહેરીને ઘરની બહાર નીકળે છે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ઠંડીમાં ધ્રુજી ઉઠયા છે આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર પડી છે. ગિરનાર પર્વત ઉપર ૩ ડિગ્રી નલીયા પ.૪ ડિગ્રી   ,    સફેદ રણ ખાવડા કચ્છમાં ૭ ડિગ્રી   ,    ડિસા ૬.૮ જામનગર ૭.પ કંડલા એરપોર્ટ ૭.૭   ,    જુનાગઢ અને પોરબંદર ૮   ,    રાજકોટ ૮.૩   ,    ગાંધીનગર ૮.૮   ,    ન્યુ કંડલા ૯.૪    ,    વલસાડ ૯.પ   ,    ભૂજ ૧૦.ર મહુવા અમદાવાદ ૧૦.૩   ,    ભાવનગર ૧૧.૪   ,    અમરેલી ૧૧.૬   ,    દિવ ૧૧.૭   ,    વલ્લભ વિદ્યાનગર ૧ર.૪   ,    વેરાવળ ૧ર.૯   ,    સુરત ૧ર.૮   ,    દ્વારકા ૧૪.૧   ,    ઓખાનું લઘુતમ તાપમાન ૧૭.પ ડિગ્રી નોંધાયું છે.

      ગિરનાર પર્વત ખાતે રેકોર્ડ બ્રેક  ૩ ડીગ્રી હાડ થીજાવતી ઠંડી

      જુનાગઢ : ગિરનાર પર્વત ખાતે આજે રેકોર્ડ બ્રેક ૩ ડીગ્રી હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હોવાનું જાણવા મળેલ છે.

      ગઇકાલે જુનાગઢ ખાતેનું લઘુતમ તાપમાન ૧૩.૪ ડીગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો પ.૪ ડીગ્રી નીચે ઉતરીને ૮ ડીગ્રીએ સ્થિત થતા સમગ્ર સોરઠ પ્રદેશમાં કાતિલ ઠંડીનું મોજુ કરી વળ્યું હતું.

      આજની ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા રહેતા ઠાર વધ્યો હતો. જેના પરિણામે ઠંડીની તીવ્રતામાં ધરખમ વધારો થયો હતો.

      ઠંડી અને ઠારને લઇ લોકો પરેશાન થઇ ગયા હતા. રસ્તા પર વાહન વ્યવહાર ઓછો રહ્યો હતો અને બજારોમાં સવારે મોડો કારોબાર વેપાર શરૂ થયો હતો.

      અહીંના ગિરનાર પર્વત પર આજે લઘુતમ તાપમાન ઘટીને ૩ ડીગ્રી થઇ ગયું હતું. જેના કારણે ગિરનાર પર્વત વિસ્તાર બરફ જેવો ઠંડોગાર થઇ ગયો હતો.

      આજની કાતિલ ઠંડીથી ગિરનાર અને દાતારની યાત્રાએ આવતાં પ્રવાસીઓની પાંખી અવરજવર રહી હતી.

      સવારે પ.૮ કિ.મી.ની ઝડપે બર્ફીલો પવન ફુંકાતા જનજીવન ને વધુ અસર થઇ હતી.

      નલીયા પ.૪ ડિગ્રી

      કચ્છનાં નલીયામાં સૌથી વધુ ઠંડી દર વર્ષે પડે છે અને આ વખતે પણ લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન પ.૪ ડિગ્રી રહ્યું છે.

      સફેદ રણ અને  ખાવડામાં ૭ ડિગ્રી

      કચ્છના ખાવાડ અને સફેદ રણમાં એક સાથે લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરી જતા રાત્રોત્સવની મજા માણવા આવેલા પ્રવાસીએ ધ્રુજી ઉઠ્યા હતા. અને બર્ફીલા પવન સાથે ઠંડીથી લોકોને શિયાળાનો અહેસાસ થયો હતો.

      જામનગર ૭.પ ડિગ્રી

      જામનગર શહેરમાં પણ કડકડતી ઠંડીની અસર વર્તાઇ રહી છે અને લોકો ઠંડીમાં ઠુંવાઇ રહ્યા છે. ગઇકાલે લઘુતમ તાપમાનના ૧૩ ડિગ્રી રહ્યા બાદ આજે અચાનક પારો નીચે ગગડી જતા લઘુતમ તાપમાન ૭.પ ડિગ્રી મહતમ રર.૮   ,    ભેજ ૮૪ ટકા અને પવની ઝડપ પ.ર િ.કમી. પ્રતિ કલાક રહી છે.

      એક સાથે ૬ ડીગ્રી જેટલો પારો નીચે ઉતરી જતા કડકડતી ઠંડીનો અનુભવ થયો છે.

      ઠંડીમાં ગરીબોને હુંફ

      ગોંડલ : શહેરનાં ભોજરાજપરા ખાતે આવેલ નિખિલ ઓઇલ મીલ અને વડોદરા ખાતે આવેલ કવિત ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પરિવાર દ્વારા પ્રતિ વર્ષ મુજબ શિયાળાની કળકળતી ઠંડીમાં રાત્રીના શહેર તાલુકાનાં સિમાળાઓ તેમજ નેશનલ હાઇવે   ,    રેલ્વે સ્ટેશનો અને વિરપુર ગામ સુધી જઇ શ્રમિક-ગરીબોને ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે નિખિલ મીલ અને કવિત ઇન્ડસ્ટ્રીઝનાં એમ. ડી. નિખિલ ભુત સહિતનાં મિત્રો પરિવારજનોએ સેવા બજાવી હતી. અંદાજે ૧૧૦૦ થી પણ વધારે ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. (૯.૮)

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       
   

      કયાં કેટલી ઠંડી   ?

   

      શહેર

   

      ડીગ્રી

   

      ગિરનાર પર્વત

   

      ૩.૦

   

      નલીયા

   

      ૫.૪

   

      ડીસા

   

      ૬.૮

   

      સફેદ રણ

   

      ૭.૦

   

      ખાવડા કચ્છ

   

      ૭.૦

   

      જામનગર

   

      ૭.૫

   

      કંડલા એરપોર્ટ

   

      ૭.૭

   

      જૂનાગઢ

   

      ૮.૦

   

      પોેરબંદર

   

      ૮.૦

   

      રાજકોટ

   

      ૮.૩

   

      ગાંધીનગર

   

      ૮.૮

   

      ન્યુ કંડલા

   

      ૯.૪

   

      વલસાડ

   

      ૯.૫

   

      ભૂજ

   

      ૧૦.૨

   

      અમદાવાદ

   

      ૧૦.૩

   

      ભાવનગર

   

      ૧૧.૪

   

      અમરેલી

   

      ૧૧.૬

   

      દિવ

   

      ૧૧.૭

   

      વલ્લભ વિદ્યાનગર

   

      ૧૨.૪

   

      સુરત

   

      ૧૨.૮

   

      વેરાવળ

   

      ૧૨.૯

   

      દ્વારકા

   

      ૧૪.૧

   

      ઓખા

   

      ૧૭.૫

   

   
 (11:43 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS