Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

સહકારી બેંકોમાં મોટાપાયે મની લોન્ડ્રીંગઃ ૧૩ બેંકોએ જૂની નોટમાં જમા કરાવ્યા ૧૬૦૦ કરોડ

ઈડીએ શરૂ કરી તપાસ

   

   

      નવી દિલ્હી   ,    તા. ૧૧ :. નોટબંધી બાદ ઈડીએ ટોચની ૧૦ બેંકોની ૫૦ જેટલી શાખાઓમાં મોટાપાયે મની લોન્ડ્રીંગ થયાનું શોધી કાઢયુ છે. જેમા ડોરમેન્ટ અને નવા ખોલવામાં આવેલા ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક કેસમાં ૧૩ સહકારી બેંકોએ મુંબઈની એક કોમર્શીયલ બેંકમાં ૧૬૦૦ પ્રતિબંધીત નોટો જમા કરાવી હતી. જ્યારે સુરતની એક કો-ઓ. બેંકે બરોડા બેંકમાં પોતાના ખાતામાં ૨૦ કરોડની પ્રતિબંધીત નોટ જમા કરાવી હતી.

      ઈડી હાલ ૩૦૦ બેંકોમાં શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરી રહ્યુ છે. તેમા આ ૧૪ બેંકોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઈસીઆઈસીઆઈ બેંકની બીકેસી બ્રાંચનું ઓડીટ કરતા એવુ ખુલ્યુ હતુ કે   ,    રૂ. ૧૫૯૬ કરોડની રકમ પ્રતિબંધીત નોટમાં ૧૬ થી ૨૧ નવે. વચ્ચે ૧૩ કો-ઓ. બેંકો દ્વારા જમા કરાવવામાં આવી હતી.

      ઈડીએ હવે પ્રીવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ કેસ નોંધવા શરૂ કર્યા છે અને કેટલીક ધરપકડો પણ કરી છે.(૨-૫)

    

   
 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS