Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

સ્વચ્છ ભારત મિશનમાં બહેતર રેન્કિંગ મેળવવા ૨૧ મ્યુનિસિપલ કોર્પોરેશનોએ કરી હાથચાલાકી

ગંદકીની ફરીયાદોના નિકાલ સંબંધી ગેરરીતિમાં અમદાવાદ, સુરત અને નવી મુંબઇ મોખરેઃ સ્વચ્છતા સંબંધી હાથચાલાકી કરનાર મ્યુનિ. કોર્પોરેશનમાં રાજકોટ - ગોધરા - પૂણે - નવસારી - નરેન્દ્રભાઇના મત ક્ષેત્ર વારાણસીનો પણ સમાવેશઃ એક જ નંબર પરથી ફરીયાદો : આશ્ચર્યજનક આંકડા

   

   

      નવી દિલ્હી તા. ૧૧ : કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ પોતાના શહેરનું રેન્કીંગ સુધારવાના પ્રયાસમાં દેશનાં આશરે ૨૧ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાથ ગંદા થયા છે.

      નાગરિકોની સફાઇ સંબંધી સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયે ગયા વર્ષે શરૂ કરેલી સ્વચ્છતા એપ મારફત મળતી ફરીયાદોની સંખ્યામાં આ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ હાથચાલાકી કરતાં હોવાનું નવી દિલ્હી સ્થિત સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓએ શોધી કાઢયું છે.

      ગુજરાતના અમદાવાદ તથા સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક જ નંબર પરથી સ્વચ્છતા સંબંધી અનુક્રમે ૨૮૧ તથા ૬૨૦ ફરીયાદો નોંધાઇ હોવાનું   ,    જ્યારે નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક જ નંબર પરથી સ્વચ્છતા સંબંધી ૨૧૫ ફરીયાદો નોંધાઇ હોવાનું બહાર આવ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.

      ગુજરાત   ,    મહારાષ્ટ્ર   ,    ઝારખંડ   ,    છત્તીસગઢ   ,    ઉત્તર પ્રદેશ   ,    કર્ણાટક અને મધ્ય પ્રદેશનાં ૨૧ શહેરોમાં સ્વચ્છતા એપ પર નોંધાયેલી ફરીયાદોમાં ગેરરીતિ થતી હોવાનું ગયા વર્ષની ડિસેમ્બર મહિનામાં સ્વચ્છ ભારત મિશનના ધ્યાન પર આવ્યું હતું.

      ડિસેમ્બર સુધીમાં સ્વચ્છ ભારત એપ પર ૧.૫૫ લાખ ફરીયાદો નોંધાઇ હતી. એ ફરીયાદોનું વિશ્લેષણ કરતાં કેટલાક ચોંકાવનારા આંકડા બહાર આવ્યા હતા.

      સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ૨૩   ,   ૫૯૫ ફરીયાદો મળી હતી   ,    જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩૩   ,   ૮૪૭ ફરીયાદો મળી હતી. સુરતમાં એક જ મોબાઇલ નંબર પરથી ૬૨૦   ,    જ્યારે અમદાવાદમાં એક જ મોબાઇલ નંબર પરથી ૨૮૧ ફરીયાદો નોંધાઇ હતી.

      એક જ મોબાઇલ ફોન પર અનેક વખત સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવામાં આવી હોવાનું પણ ડાટાના વિશ્લેષણમાં બહાર આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કિસ્સામાં એક જ મોબાઇલ પર સૌથી વધુ ૧૮૪ વખત સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવામાં આવી હતી   ,    જ્યારે સુરતના કિસ્સામાં આ ડાઉનલોડનું પ્રમાણ ૪૨નું હતું.

      આ હાથચાલાકી શોધી કાઢયા બાદ સ્વચ્છ ભારત મિશનના અધિકારીઓએ ગયા અઠવાડિયે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને આવા ગોરખધંધા ન કરવાની ચેતવણી આપી હતી. એ બંધ નહીં કરવામાં આવે તો સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનને રેન્કીંગમાં નેગેટીવ માર્કિંગ આપવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું હતું.

      ગુજરાતનાં શહેરોમાં સૌથી વધુ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ડાટા વિશ્લેષણમાં બહાર આવ્યું હતું. સ્વચ્છતા સંબંધી ફરીયાદોમાં હાથચાલાકી કરનાર અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં પૂણે   ,    નવસારી   ,    દેવઘર   ,    વારાણસી   ,    બિલાસપુર   ,    તિરૂપુર   ,    ગોધરા   ,    રાજકોટ   ,    વાપી   ,    મૈસુર અને રાંચીનો સમાવેશ છે.(૨૧.૯)

   
 (11:42 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS