Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

વાઇબ્રન્ટમાં આજે શ્રેણીબધ્ધ સેમીનાર : કાલે સમાપન

અસીમ સંભાવનાઓનું સર્જન : ગુજરાત બનશે ભારતનો આર્થિક એક્ષપ્રેસ-વે

વાઇબ્રન્ટમાં આજે શ્રેણીબધ્ધ સેમીનાર : કાલે સમાપન

            અમદાવાદ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આજની ગુજરાતની બે દિવસની મુલાકાત પૂર્ણ થતાં અમદાવાદ એરપોર્ટ ખાતેથી તેમને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે ગુજરાતના રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી      ,       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી      ,       ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા      ,       ભા.જ.પા. પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાદ્યાણી      ,       મુખ્ય સચિવ શ્રી જે.એન.સીંઘ      ,       અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી અવંતિકાસીંઘ      ,       શહેર મેયર શ્રી ગૌતમભાઈ શાહ      ,       ત્રણ પાંખના વડા તેમજ પદાધિકારીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

             ગાંધીનગર તા. ૧૧ : ગાંધીનગરમાં ગઇકાલે બપોર બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં શરૂ થયેલ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ છે. મૂડી રોકાણ માટે એમ.ઓ.યુ.ની હારમાળા સર્જાઇ રહી છે. આજે દિવસભર વિવિધ સેમીનાર ચાલી રહ્યા છે. આવતીકાલે સાંજે ૫ વાગ્યે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની હાજરીમાં સમિટનું સમાપન થશે.

            આજની થીમ સેમિનાર્સમાં GST:       ભારતીય અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર      ,       સ્માર્ટ અને રહેવા યોગ્ય શહેરો - તકો અને પડકારો      ,       સ્માર્ટ વિલેજીસ : ગ્રામીણ ભારતનું સશકિતકરણ      ,       ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ - સુવિધાકારો રૂપે નિયમનકારો      ,       સર્વસમાવેશક વિકાસ માટે આરોગ્ય      ,       ભારતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર માટે વેપારની સંભાવનાઓ વગેરે વિષયો છે.

            ઓસ્ટ્રેલિયા      ,       કેનેડા      ,       ફ્રાન્સ      ,       ઇઝરાયલ      ,       જાપાન      ,       પોલેન્ડ      ,       રશિયા      ,       ર્વાન્ડા      ,       સાઉદી અરેબિયા      ,       સ્વીડન      ,       નેધરલેન્ડ્સ વગેરે દેશો ભાગ લઇ રહ્યા છે.

            મેક ઇન ગુજરાત સિરીઝ સેમિનાર્સ

            એન્જીનિયરીંગ      ,       હેવી એન્જીનિયરીંગ અને ઓટોમોટિવ - ટેકનોલોજીના ટ્રાન્સફોર્મેશનના યુગમાં રહેલી તકો.

            જીન્સ      ,       જીન એડિટીંગ અને નવી બાયોટેકનોલોજી

            ફૂડ પ્રોસેસિંગ થકી કૃષિ વિકાસને વેગ

            એકશન સેમિનાર્સ

            સ્માર્ટ અને રહેવા યોગ્ય શહેરો - તકો અને પડકારો

      

            ઇનોવેશન      ,       સ્ટાર્ટઅપ્સ અને આંત્રપ્રેન્યરશિપ.

 (11:40 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો