Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

સૌથી મોટુ સંતાન પોતાની ભૂલનો સ્વીકાર પહેલા કરે છે

સંકોચ ઓછો રાખે છે...

   

   

      નવી દિલ્હી   ,    તા. ૧૧: બચપણમાં કંઇક ખોટું થઇ જાય તો મમ્મી-પપ્પા વઢશે એવો ડર બધાને લાગતો હોય છે. પોતાના હાથે કંઇક તૂટી જાય   ,    ફાટી જાય   ,    કોઇને મારીને આવ્યા હોય કે મમ્મી-પપ્પાએ ના પાડી હોય એવું કોઇ કામ કરી નાખ્યું હોય તો બાળકોને ડર જરૂર લાગે કે હવે તો આવી જ બન્યું. અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ડર હોવા છતાં કેટલાક બાળકો પેરન્ટસ પાસે જઇને પોાની ભૂલ માટે સામેથી માફી માગી આવતા હોય છે. કુટુંબના સૌથી મોટા સંતાનો પોતાની ભૂલનો સ્વીકાર કરવામાં ઓછો સંકોચ રાખે છે. નાના સંતાનો પોતાની ભૂલ સંતાડવાનો   ,    છાવરવાનો કે સાચુ નહીં બોલીને મળનારી સજામાંથી છટકી જવાનો અભિગમ રાખે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના રિસર્ચરોએ ચારથી નવ વર્ષના બાળકોનો અભ્યાસ કર્ર્યો હતો.

      આ બાળકોને એવી પસ્થિતિઓમાં મૂકવામાં આવ્યા જેમાં તેમણે કંઇક ખોટું બોલવું પડયું હોય કે ખોટું કામ કરવું પડયું હોય. આ કાર્ય પછી તેઓ કેવું ફીલ કરી રહ્યાં છે એ પૂછવામાં આવ્યું તો વિવિધ ઉંમરના બાળકની યુનિક પ્રતિક્રિયા હતી. જોકે જે સંતાનો તેમના પરિવારમાં સૌથી મોટા હતાં તેઓ પોતાની ભૂલ માટે ગિલ્ટ અનુભવતા હતા. આ સંતાનો જયારે પોતાની ભૂલ વિશે પોતાના પેરન્ટસને કહી દે છે ત્યારે પોઝીટીવ ફીલ કરે છે. બીજી તરફ નાના સંતાનો જયારે પોતાની ભૂલ કે ખોટું છુપાવવામાં સફળતા મળે છે ત્યારે પોઝિટિવ ફીલ કરે છે અને ભૂલ પકડાઇ જાય કે સામેથી સ્વીકારવી પડે ત્યારે તેઓ નકારાત્મક લાગણી અનુભવે છે. (૮.પ)

   
 (10:38 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો