Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

ટોટલ કેશલેસ મેરેજઃ તમામ લેવડદેવડ ચેકથીઃ આખું ગામ ઉમટયું

દુલ્હનના ગૃહપ્રવેશ માટે લગ્ન પૂર્વે રાતોરાત શૌચાલય ઉભુ કરાયું

ટોટલ કેશલેસ મેરેજઃ તમામ લેવડદેવડ ચેકથીઃ આખું ગામ ઉમટયું

       

       

            રાંચી      ,       તા. ૧૧ :. ઝારખંડના સિંહભૂમ જિલ્લાના બદિયા ગામે સુભાષ નાયક નામના મુરતિયાનાં લગ્નનું આયોજન થયેલું      ,       પરંતુ નવી દુલ્હન સુનિતા ઘરમાં પ્રવેશ કરે એ પહેલા ઘરમાં એક શૌચાલય હોવું જોઈએ એમ વિચારીને રીતસર રાતોરાત ઘરમાં શૌચાલય બનાવી દેવામાં આવ્યું. જાન પ્રસ્થાન થાય એ પહેલા બની ગયેલા એ શૌચાલય બાદ જે લગ્ન લેવામાં આવ્યાં એ પણ અનોખા હતા. એ લગ્ન સંપૂર્ણપણે કેશલેસ હતા. મંડપ લગાવવાથી લઈને જાનૈયાઓને જમાડવા માટે શાકભાજી-કરીયાણાની ખરીદી      ,       દાગીના      ,       કપડા અને ગોરમહારાજને દક્ષિણા સહિતના તમામ ચુકવણા ઓનલાઈન ટ્રાન્ઝેકશન અથવા તો ચેકની મદદથી કરવામાં આવેલા. ઈવન વર-વધુને ચાંલ્લા પણ કેશલેસ પદ્ધતિથી કરવામાં આવેલા. આખા લગ્નમાં કયાંય એક પણ ચલણી નોટની લેવડદેવડ નહોતી થઈ. આ અનોખા લગ્નમાં ત્યાંના કલેકટર      ,       સ્થાનિક આગેવાનો તથા બેન્કના અધિકારીઓ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ ચેક આપીને ચાંલ્લા કરેલા. લગ્ન પછી વર-વધુનું એક જોઈન્ટ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યુ અને બન્નેને એકેક એટીએમ કાર્ડ પણ આપવામાં આવ્યા. આ અનોખાં કેશલેસ લગ્નના સાક્ષી બનવા માટે આખું ગામ ઉમટયું હતું.(૨-૨)

             

       

 (10:37 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS