Mukhy Samachar

News of Wednesday, 11th January, 2017

રાજકોટની ૩ સહકારી બેંકોમાં રીઝર્વ બેંકનું ઈન્સ્પેકશન

રાજકોટ કોમર્શીયલ કો-ઓ. બેંક, ધરતી બેંક અને વિજય કોમર્શીયલ બેંકમાં રીઝર્વ બેંકની ત્રણ ટીમોના ધામાઃ નોટબંધી બાદ સરકાર-રીઝર્વ બેંકના આદેશોનું પાલન થયું છે કે નહિં? પરિપત્રો અનુસાર કામગીરી છે કે નહિ? તપાસ

   

   

      રાજકોટ   ,    તા. ૧૧ :. મોદી સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો ઉપર મુકેલા પ્રતિબંધ બાદ દેશભરની અનેક બેંકોમાં શંકાસ્પદ વ્યવહારો થયાની આશંકાને પગલે ભારતીય રીઝર્વ બેંકે ઉંડી તપાસ શરૂ કરી છે. તેના ભાગરૂપે રાજકોટની ૩ સહકારી બેંકોમાં ગઈકાલથી ભારતીય રીઝર્વ બેંકની ટીમોએ ઈન્સ્પેકશન હાથ ધરતા સહકારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

      રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા તરફથી રાજકોટમાં સહકારી બેન્કોના    '   ડીમોનેટાઈઝેશન   '    સંબંધી ઈન્સ્પેકશન માટે આરબીઆઈની ત્રણ ટીમોએ ગઈકાલથી રાજકોટમાં આવ્યાનું જાણવા મળે છે. પ્રત્યેક ટીમમાં સવારથી બબ્બે ઓફિસરો છે.

      ગઈકાલ પ્રાથમિક તબક્કે રાજકોટ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેન્ક (આરસીસી બેંક)   ,    વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક (વિજય બેંક) અને ધરતી બેંકમાં ઈન્સ્પેકશન શરૂ થઈ ગયુ છે જે આજે પણ ચાલુ રહેવાની સંભાવના છે.

      આ ચકાસણીમાં નોટબંધી બાદની તમામ બાબતોની ઝીણવટભરી ચકાસણી થઈ રહ્યાનું પણ જાણવા મળે છે.

      આરસીસી બેંકના ટોચના વર્તુળોનો સંપર્ક કરતા રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા તરફથી મોકલવામાં આવેલ પરિપત્રો અને આદેશો અનુસાર જ તમામ કાર્યવાહી થયેલ હોય કોઈ જ વાયોલેશન જોવા મળેલ નથી.

      અન્ય બેંકોની વિગતો મેળવાઈ રહી છે. આવતીકાલે અન્ય બેંકોમાં પણ તપાસ હાથ ધરાશે તેમ માહિતગાર વર્તુળો માની રહ્યા છે.

      આ અંગે વિજય કોમર્શીયલ બેંકના સર્વેસર્વા એવા ઘેટીયાનો સંપર્ક સાધતા તેમણે    '   અકિલા   '    ને જણાવ્યુ હતુ કે રીઝર્વ બેંકની કોઈ ટીમ અમારે ત્યાં તપાસ માટે આવી નથી   ,    પરંતુ એવુ ચર્ચાય છે કે રીઝર્વ બેંકને આ બેંકના કેટલાક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું જાણમા આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. આ બેંકમાં અનેક કોન્ટ્રાકટરો અને ફાયનાન્સરોના ખાતાઓ હોવાનુ પણ કહેવાય છે.

      ધરતી બેંકના સૂત્રોનો સંપર્ક થઈ શકયો નથી.

      અત્રે એ નોંધનીય છે કે   ,    ઈન્કમટેક્ષ અને ઈડીને ૧૦ ટોચની બેંકોની ૫૦ શાખાઓમાં નોટબંધી બાદ મોટાપાયે મની લોન્ડ્રીંગ થયાનું જાણવા મળતા તેણે તપાસ હાથ ધરી છે.(૨-૪)

   
 (10:34 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS