Mukhy Samachar

News of Tuesday, 10th January, 2017

વાઇબ્રન્ટ સમિટ શુભારંભ વિકાસના પુર માટે અનરાધાર એમ.ઓ.યુ.

આજે વડાપ્રધાન મોદીની હાજરીમાં નોબલ ડાયલોગ : બપોર બાદ ઇન્વેસ્ટર્સ સમિટ : સાંજે સી.ઇ.ઓ. કોન્ફરન્સ : રાત્રે ગાલા ભોજનઃ કોર્પોરેટ જગતના માંધાતાઓ અને દેશ-વિદેશના મહાનુભાવોની હાજરી : મૂડી રોકાણકારો માટે ગુજરાતમાં લાલ જાજમ

વાઇબ્રન્ટ સમિટ શુભારંભ  વિકાસના પુર માટે અનરાધાર એમ.ઓ.યુ.

   

   

      વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી   ,    રશિયાના નાયબ વડાપ્રધાન સર્ગેઈ કર્જાકીન સહિત વિદેશી મહેમાનો સાથે નજરે પડી રહ્યા છે.

       ગાંધીનગર તા. ૧૦ : સમગ્ર દેશનું ધ્યાન ખેચનારી વાઇબ્રન્ટ સમિટનો આજે બપોરે ૩.૩૦ વાગ્યાથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રારંભ થઇ રહ્યો છે. ઔદ્યોગિક મૂડી રોકાણકારો માટે ગુજરાતમાં લાભ જાજમ પાથરવામાં આવી છે. ૩ દિવસની વાઇબ્રન્ટ સમિટમાં વિક્રમસર્જક એમ.ઓ.યુ. થવાના સંકેત છે. ઉદ્યોગ જગતના માંધાતાઓ દેશ-વિદેશના મહાનુભાવો સમિટમાં ભાગ લેવા ગાંધીનગર પહોંચી ગયા છે.

      '   ગુજરાત : કનેકિટંગ ઇન્ડિયા ટુ ધ વર્લ્ડ   '    થીમ પર ત્રણ દિવસ ચાલનારી આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મહાત્મા મંદિર ખાતે બપોરે ૩.૩૦ વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિશ્વ મહાસત્ત્   ।   ાઓની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકશે. સમિટના ભવ્ય ઉદ્ઘાટન માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સમિટમાં ઉદ્યોગજગતના માંધાતાઓ લાખો કરોડના રોકાણોની જાહેરાત કરશે. એક અંદાજ પ્રમાણે ૨૪   ,   ૦૦૦ જેટલી દરખાસ્તોથી રૂ. ૩૦ લાખ કરોડ ઉપરાંતના રોકાણોની સમિટના સમાપન પ્રસંગે જાહેરાત થાય તેવી સંભવના છે. અલબત્ત   ,    વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કેટલાક મહત્વના સમજૂતી કરારો પણ આકાર લેશે.

      સમિટમાં અમેરિકા   ,    યુકે   ,    ઓસ્ટ્રેલિયા   ,    કેનેડા   ,    ડેનમાર્ક   ,    ફ્રાન્સ   ,    જાપાન   ,    નેધરલેન્ડ   ,    પોલેન્ડ   ,    સિંગાપોર   ,    સ્વિડન   ,    યુએઈ એમ બાર દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે. ફોર્ચ્યુન ૫૦૦ માં સમાવિષ્ટ ગ્લોબલ કોર્પોરેટ્સના સીઇઓ ઉપરાંત કેન્યા   ,    રવાન્ડાના રાષ્ટ્રપ્રમુખો   ,    પોર્ટુગલ અને સર્બિયાના પ્રાઇમ મિનિસ્ટર   ,    રશિયા   ,    પોલેન્ડના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર   ,    ફ્રાન્સ   ,    જાપાન   ,    સ્વિડન   ,    ઇઝરાયેલ   ,    ડેનમાર્ક   ,    યુએઇ   ,    કેનેડા   ,    પોલેન્ડ   ,    વિયેટનામ   ,    આસ્ત્રાખાનના પ્રધાનો   ,    અમેરિકાના ડેપ્યુટી સેક્રેટરી સહિતના દેશોના પ્રતિનિધિઓ સમિટમાં ઉપસ્થિત રહેશે. ૨૪ દેશોના ડિપ્લોમેટ   ,    પ્રધાનોની ઉપસ્થિતિમાં મંચ ઉપર સિસ્કો   ,    ડેલ   ,    બોઇંગ   ,    રિલાયન્સ   ,    ટાટા   ,    બિરલા મળીને ૫૮ સીઇઓ હાઇપ્રોફાઇલ સમિટના ઉદઘાટન પ્રસંગને શોભાવશે. આ પ્રસંગે રાજયપાલ ઓ.પી. કોહલી   ,    સ્પીકર રમણલાલ વોરા   ,    કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી   ,    મુખ્યપ્રધાન વિજય રૂપાણી   ,    નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મંચ ઉપર ઉપસ્થિત રહેશે.

      વિશ્વમાં આર્થિક મંદીના પડકારો વચ્ચે ભારતે નોટબંધીના લીધેલા નિર્ણયથી અર્થતંત્ર પર પડનારી દૂરોગામી અસરોમાં દેશના નાના   ,    મધ્યમ ઉદ્યોગોને નવી આધુનિક ટેકનોલોજીથી વિશ્વભરમાં છવાઇ જવા માટેનો મોકો પૂરો પાડવા માટે આ સમિટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરપૂર ઉપયોગ કરવા માગે છે. ભારતના અર્થતંત્રને પોતાની શૈલીમાં સ્કીલ ઇન્ડિયા   ,    મેઇક ઇન ઇન્ડિયા   ,    ગ્લોબલ ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયા બનાવવા માટે જાહેર કરેલી મહત્વાકાંક્ષી યોજનાઓમાં મોટા પાયે રોકાણોને આકર્ષવા સાથે સંરક્ષણ ક્ષેત્રે   ,    રેલવે   ,    રસ્તા   ,    વીજળી   ,    બંદરો જેવા પરંપરાગત માળખાકીય સુવિધાઓમાં ખાનગી ક્ષેત્રને એફડીઆઇ થકી જંગી રોકાણ કરવા આકર્ષવા માટે મોદીએ વાઇબ્રન્ટ સમિટને એક માધ્યમ બનાવ્યું છે. એટલે જ આ સમિટમાં અત્યાર સુધીની સાત સમિટ કરતાં પણ નવા વિક્રમી ૩૦ લાખ કરોડના મૂડીરોકાણો ૨૩૫૦૦ દરખાસ્તોની જાહેર થશે. એટલું જ નહીં એના થકી એક કરોડથી વધુ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી પ્રાપ્ત થાય એવા અંદાજો પણ મુકવામાં આવ્યા છે. સમિટને ખુલ્લી મુકાયા બાદ કાલે બુધવારે અને ગુરૂવાર એમ બે દિવસ ૧૫ થીમ સેમિનાર   ,    ૩ એકશન સેમિનાર   ,    ૧૬ કન્ટ્રી સેમિનાર યોજાશે. જેમાં કેન્દ્રનીય પ્રધાનોની વિશેષ ઉપસ્થિતિ રહેશે   .    બન્ને દિવસ મહત્વના તમામ સેમિનારોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રોકાણોની જાહેરાત અને સમજૂતી કરારો સપન્ન થશે. ગુરૂવારે સાંજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમિટનું સમાપન કરશે. સમગ્ર સમિટ માટે ૨૭૦૦૦થી વધુ ડેલિગેટ્સ નોંધાયા છે અને વન ટુ વન માટે ૪૦૦૦થી વધારે દરખાસ્તો રાજય સરકારને મળી છે. મંગળવારે મોદી લગભગ ૪૦ જેટલા ડેલિગેશનો   ,    સીઇઓને વન ટુ વન મળશે.

      વિજ્ઞાન ક્ષેત્રે નવ નોબેલ પારિતોષિક વિજેતાઓની ઉપસ્થિતિએ એક નવું જ પરિમાણ આ વખતની સમિટમાં ઉમેર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી બપોરે ૩.૩૦ વાગે મહાત્મા મંદિરના મુખ્ય કોન્ફરન્સ હોલમાં ખુલ્લી મુકે એ પૂર્વે સવારે    '   બેઝીક ઓર એપ્લાઇડ રિસર્ચ / ફોસ્ટરિંગ એન ઇનોવેટિવ એન્વિરેનમેન્ટ   '    તથા    '   લોકલ રિસર્ચ   ,    ગ્લોબલ ઇમ્પેકટઃ એડ્રેસિંગ ગ્લોબલ ચેલેન્જિસ   '    એમ બે મહત્વના વિષયો પર નોબલ લોરિએટ સાથે ઉદ્યોગજગતના માંધાતાઓ સંવાદ કરેલ. બપોરે ભોજનમાં ફરીથી સૌની સાથે સંવાદ કરેલ. સમિટના ઉદ્ઘાટન બાદ સાંજે ૬.૩૦થી ૮ વાગ્યા દરમિયાન વડાપ્રધાન ગ્લોબલ અને ઇન્ડિયન સીઇઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ કરશે. એ પછી મહાત્મા મંદિરના ટેરેસ પર ગાલા ડિનર લઇ રાત્રે ૧૦.૩૦ વાગે દિલ્હી જવા રવાના થશે.(૨૧.૧૨)

      વાઇબ્રન્ટ ૨૦૧૭માં માત્ર ૩૪ મિનિટ ભાષણ આપશે મોદી

      અમદાવાદ તા. ૧૦ : ગાંધીનગર ખાતે શરૂ થઈ રહેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહેશે અને આ સાથે દેશ વિદેશોમાંથી આવેલા ૧૨૫ મહેમાનોને સ્ટેજ પર સ્થાન મળશે. પહેલી વખત વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન બપોરે ૩.૩૦ કલાકે કરવામાં આવશે. આ ઉદઘાટન પીએમ મોદી કરશે અને તેમના ભાષણ માટે ૩૪ મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.

       નરેન્દ્રભાઇ બપોરે ૩.૩૦ ઓપનિંગ કર્યા બાદ અઢી થી ત્રણ કલાક હાજરી આપશે. જેમાં પીએમના ભાષણ માટેનો સમય ૫.૨૬ થી ૬ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પીએમ મોદીનું ભાષણ કલાક કરતા વધારે સમયનું હોય છે પરંતુ વાઈબ્રન્ટ સમિટમાં પીએમના ભાષણનો સમય માત્ર ૩૪ મિનિટ જ ફાળવવામાં આવ્યો છે. સમયનો અભાવ હોવાથી તે નક્કી કરેલા કેટલાક સ્ટોલની મુલાકાત લેશે.

      સમિટના ઉદ્ઘાટન દરમિયાન નરેન્દ્ર મોદી વિદેશથી આવેલા મહેમાનોને સાથે વન ટુ વન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. (૨૧.૧૦)

   
 (12:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો