Mukhy Samachar

News of Thursday, 5th January, 2017

વાહ ભૈ વાહ...દરેક નાગરિકને મળશે ફિકસ પગાર !

મોદી સરકાર ધડાકો કરવાના મુડમાં: બજેટમાં જાહેરાતની સંભાવનાઃ અમીર-ગરીબ બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા થશેઃ યુનિવર્સલ બેઝીક ઇન્કમ સ્કીમ લાગુ કરવા તૈયારીઃ શરૂઆત મહિને પ૦૦ રૂ. જમા કરવાથી થશેઃ મોદી સરકાર માટે મોટી ગેમ ચેન્જર સાબીત થશે આ યોજનાઃ લંડન યુનિવર્સિટીના પ્રો.ગાય સ્ટેન્ડીંગ દ્વારા રિચર્સ પેપર તૈયાર કરાયુ છેઃ તેનો અમલ થશેઃ તબક્કાવાર દેશમાં યોજના અમલી બનશે

વાહ ભૈ વાહ...દરેક નાગરિકને મળશે ફિકસ પગાર !

   

   

      નવી દિલ્હી તા.પ : મોદી સરકાર નોટબંધી બાદ દેશભરના લોકોને એક મોટી ગીફટ આપવા જઇ રહી છે. જે અંતર્ગત દેશના દરેક નાગરિકને દર મહિને આવક તરીકે એક નક્કી કરેલી રકમ મળશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આર્થિક સર્વે અને સામાન્ય બજેટમાં આ બાબતનું એલાન થઇ શકે છે. એવુ પણ કહેવાય છે કે જો બધાને નહી તો સરકાર ઓછામાં ઓછા એવા જરૂરીયાતમંદો માટે આ યોજના લાગુ કરશે કે જેમની પાસે આવકનું કોઇ સાધન નથી. દરેક વ્યકિતના એકાઉન્ટમાં પ૦૦ રૂ. નાંખીને યોજનાની શરૂઆત થઇ શકે છે. આનાથી દેશભરના લગભગ ર૦ કરોડ જરૂરીયાતમંદોને ફાયદો મળી શકે છે.

      આ દરખાસ્ત લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ગાય સ્ટેન્ડીંગએ તૈયાર કરી છે. જીનીવાથી વાતચીત દરમિયાન તેમણે દાવો કર્યો છે કે   ,    મોદી સરકાર સાથે જોડાયેલા એક જવાબદાર શખ્સે કન્ફર્મ કર્યુ છે કે બજેટમાં આ બાબતનું એલાન શકય છે. પ્રો.ગાયે સંકેત આપ્યો છે કે સરકાર આ યોજનાને તબક્કાવાર લાગુ કરી શકે છે. તેમણે કહ્યુ છે કે   ,    સરકારે મધ્યપ્રદેશની એક પંચાયતમાં પાઇલોટ પ્રોજેકટ તરીકે આવી સ્કીમ ઉપર કામ કર્યુ હતુ જયાં અત્યંત પોઝીટીવ પરિણામ મળ્યા હતા. મેં મારી પ્રપોઝલમાં અમીર-ગરીબ તમામ માટે એક નિશ્ચિત આવક-પગારની વાત જણાવી છે. પ્રો.ગાય સમગ્ર વિશ્વમાં યુનિવર્સલ બેઝીક ઇન્કમ ઉપર ભાર મુકી રહ્યા છે. જો કે સરકારી સુત્રોએ આ બાબતે કશુ કહેવાનો ઇન્કાર કર્યો છે.

      શું મોદી સરકારની આ યોજના ગેમ ચેન્જર બની શકે છે. મોદી સરકાર નોટબંધી બાદ હવે ધડાકો કરવાના મુડમાં છે. આ અંગે પ્રો.ગાય જણાવે છે કે   ,    મને થોડા દિવસ પહેલા જણાવાયુ હતુ કે   ,    સરકાર બજેટમાં મારા રિપોર્ટને સામેલ કરી રહી છે. મોદી સરકાર આની જાહેરાત કરશે. આ નરેન્દ્ર મોદીનો ઘણો મોટો નિર્ણય હશે અને દેશના ઇતિહાસમાં ગેમ ચેન્જર બનશે. આ બાબતે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢીયાએ પણ મારી સાથે વાતચીત કરી હતી. મારા રિસર્ચને ઇકોનોમીક સર્વે રિપોર્ટમાં સામેલ કરવામાં આવશે.

      આ યોજના હેઠળ કોને ફાયદો મળશે અને કોને નહી મળે એ કેવી રીતે નક્કી થશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે   ,    યોજના ત્યારે સફળ થશે કે જયારે અમીર-ગરીબનો ભેદ કર્યા વગર દરેક નાગરિકને એક ખાસ ઇન્કમ દર મહિને મળે. જો ભેદ કરવામાં આવશે તો પછી આ સ્કીમ પોતાના મુળ સ્વરૂપમાં નહી રહે અને ભ્રષ્ટાચાર વધશે. એક વખત બધાને પૈસા આપ્યા બાદ જે ગરીબી રેખાની બહાર આવે તેમની સબસીડી પાછી લઇ લેવાય કે બીજી રીતે રકમ વાપસીની સિસ્ટમ બનાવી જોઇએ. બધાને આધાર નંબર સાથે જોડીને આ લાભ મળશે.

      આ યોજના માટે મોટા ફંડની જરૂર પડશે. સરકાર પાસે ફંડ છે    ?    એવા જવાબમાં તેમણે કહ્યુ હતુ કે   ,    મેં રિપોર્ટમાં ફંડ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે. મારા હિસાબથી જો સ્કીમને સમગ્ર દેશમાં લાગુ કરાય તો જીડીપીના ૩ થી ૪ ટકા ખર્ચ આવશે. જયારે અત્યારે કુલ જીડીપીના ૪ થી પ ટકા સરકાર સબસીડીમાં ખર્ચી રહી છે. આ યોજના લાગુ થયા બાદ સરકારે તબક્કાવાર સબસીડી સમાપ્ત કરવી પડશે. આ સ્કીમ અને સબસીડી બંને સાથે ચાલી ન શકે. આ સિવાય આ સ્કીમ માટે સરકાર માઇનીંગ અને મોટા પ્રોજેકટો પર અલગથી સરચાર્જ લગાવીને રકમ મેળવી શકાશે. સરકાર પાસે ફંડની કોઇ કમી નથી   .

      તેમણે જણાવ્યુ હતુ કે   ,    જો આ યોજના લાગુ કરાય તો મોદી સરકારને મોટો રાજકીય લાભ થશે. નોટબંધી બાદ તેઓ ગરીબોના હિતેચ્છુ ગણાવા લાગ્યા છે અને આ સ્કીમ ભારત જેવા દેશ જયાં મોટી વસ્તી દર મહિને નિશ્ચિત આવકથી વંચિત છે તેમના માટે આ જાદુ હશે. અમે ઇન્દોરના આઠ ગામની ૬૦૦૦ની વસ્તી વચ્ચે ર૦૧૦ થી ર૦૧૬ વચ્ચે પ્રયોગ કર્યો. જેમાં પુરૂષ-મહિલાને પ૦૦ અને બાળકોને મહિને ૧પ૦ આપ્યા. આ સ્કીમના લાભ બાદ તેઓની આવક વધી ગઇ. દિલ્હીમાં ર૦૦ લોકો વચ્ચે આનો પ્રયોગ સફળ રહ્યો. (૩-૩)

   
 (10:04 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો