Mukhy Samachar
rss-feed-icon
Bullet

અમેરિકાની કોંગ્રેસમાં ચૂંટાઇ આવેલા પાંચ ઇન્‍ડિયન અમેરિકનોનું વોશીંગ્‍ટન ડીસીમાં સન્‍માનઃ ‘‘ઇન્‍ડિયાસ્‍પોરા''ના ઉપક્રમે ૩ જાન્‍યુ.ના રોજ યોજાઇ ગયેલા ગાલા પ્રોગ્રામઃ સુશ્રી તુલસી ગબ્‍બાર્ડ, શ્રી રો ખન્‍ના, સુશ્રી પ્રમિલા જયપાલ, શ્રી રાજા કૃષ્‍ણમુર્થી તથા ડો.એમી બેરાનું બહુમાન કરાયું: યુ.એસ. ખાતેના ભારતના નવનિયુક્‍ત એમ્‍બેસેડર શ્રી નવતેજ સરના સાથે પરિચય કરાવાયોઃ ડેમોક્રેટ તથા રિપબ્‍લીકન પાર્ટીના અગ્રણીઓની ઉપસ્‍થિતિ (09:42 pm IST)

Bullet

અમેરિકાના નવનિયુક્‍ત પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સપાટોઃ બરાક ઓબામાની સરકારે વિદેશોમાં નિમેલા તમામ રાજદૂતોને ૨૦ જાન્‍યુ.સુધીમાં હોદાનો ત્‍યાગ કરી દેવાનો હુકમઃ ભારત ખાતે નિમાયેલા શ્રી રિચાર્ડ વર્માની જગ્‍યાએ શ્રી શલભ ‘‘શાલી'' કુમારની નિમણુંક થવાની શકયતાઃ ૨૦ જાન્‍યુ.ના રોજ શપથવિધિ બાદ નામો નક્કી થવાની સંભાવના (09:43 pm IST)

Bullet

આગામી ૨૦ જાન્‍યુ.ના રોજ અમેરિકાના ૪૫મા પ્રેસિડન્‍ટ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સોગંદ લેશેઃ શપથ વિધિને ઉમંગભેર વધાવવા ઇન્‍ડિયન અમેરિકન રિપબ્‍લીકન અગ્રણીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂઃ ૧૯ જાન્‍યુ.ના રોજ યોજાનાર ખાસ સમારોહમાં ટ્રમ્‍પના વહીવટીતંત્રમાં મહત્‍વનું સ્‍થાન મેળવનાર સુશ્રી નિક્કી હેલીનું બહુમાન કરાશેઃ ૨૦ જાન્‍યુ.ના રોજ શપથ વિધિ પ્રસંગે ભારતીય સંસ્‍કૃતિનું નિદર્શન કરાવતો પ્રોગ્રામ રજુ કરાશે (10:30 pm IST)

Bullet

‘‘પ્રેસિડન્‍શીયલ અર્લી કેરીયર એવોર્ડ ફોર સાયન્‍ટીસ્‍ટસ એન્‍ડ એન્‍જીનીયર્સ (Pecase)'': પ્રેસિડન્‍ટ બરાક ઓબામાના હસ્‍તે સન્‍માનિત કરાયેલા ૧૦૨ સાયન્‍ટીસ્‍ટમાં પાંચ ઇન્‍ડિયન અમેરિકનનો સમાવેશઃ કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં જ સમાજ માટે એગ્રિકલ્‍ચર, કોમર્સ,ડીફેન્‍સ,હેલ્‍થ, સહિતના ક્ષેત્રોમાં વિશિષ્‍ટ યોગદાન આપવા બદલ કરાયેલી કદરઃ શ્રી પંકજ લાલ,કૌશિક ચૌધરી,મનિષ અરોરા, સુશ્રી કાશ્‍મીરા તથા આરાધના ત્રિપાઠીએ ભારતનું નામ રોશન કર્યુ (10:32 pm IST)

Bullet

બેંગલુરૂમાં ૭ થી ૯ જાન્‍યુ.૨૦૧૭ દરમિયાન યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસના સમાપન પ્રસંગે ૩૦ NRIનું PBD એવોર્ડથી સન્‍માનઃ પોર્ટુગલના પ્રાઇમ મિનીસ્‍ટર શ્રી એન્‍ટોનિઓ કોસ્‍ટા, તથા ઇન્‍ડિયન અમેરિકન ડીપ્‍લોમેટ સુશ્રી નિશા દેસાઇ બિશ્વાસને પબ્‍લીક સર્વીસ એવોર્ડઃ બ્રિટનના સુશ્રી પ્રીતિ પટેલ, તથા સુશ્રી નિતા ગિલ લીડરશીપ એવોર્ડથી સન્‍માનિતઃ યુ.એ.ઇ. જાપાન, સિંગાપોર, સહિતના દેશોમાંથી આવેલા ભારતીયોને વિવિધ ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ રાષ્‍ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના હસ્‍તે PBD એવોર્ડ આપી સન્‍માનિત કરાયા (09:44 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS