Mukhy Samachar

News of Tuesday, 10th January, 2017

ફાસ્ટ ટીકીટ બુકીંગ માટે રેલ્વેએ નવી એપ લોન્ચ કરી

'આઈઆરસીટીસી કનેકટ'માં ટ્રેન સર્ચ કરી ટીકીટ બુકીંગ સાથે હાલના રીઝર્વેશન તથા કેન્સલેશનનું સ્ટેટસ પણ જાણી શકાશે

ફાસ્ટ ટીકીટ બુકીંગ માટે રેલ્વેએ નવી એપ લોન્ચ કરી

   

   

      નવી દિલ્હી : ઈન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ડેરીઝમ કોર્પોરેશન દ્વારા રેલમંત્રી સુરેશ પ્રભુના હસ્તે નવી મોબાઈલ એપ    ''   આઈઆરસીટીસી કનેકટ   ''    લોન્ચ કરવામાં આવી હતી. આ નવી એપ જૂની એપ કરતા વધુ ઝડપી અને નવા ફીચરવાળી છે.

      આ એપ દ્વારા યુઝરને યાત્રા સંબંધિત બધી માહિતીઓ ઉપલબ્ધ કરાવાશે. આ એપ નેકસ્ટ જનરેશન ઈ-ટીકીટીંગ સિસ્ટમ ઉપર આધારીત છે. એપ ટીકીટીંગ વેબસાઈટ સાથે જોડાયેલી હશે. જે હાલની એપમાં કનેકટીવીટી નથી. આનાથી નવી એપ્લીકેશન વધુ ઝડપી અને યુઝર ફ્રેન્ડલી રહેશે. રેલ્વે મંત્રાલયના અધિકારી મુજબ આઈઆરસીટીસી કનેકટ એપમાં નવી ટેકનોલોજીના લીધે એપથી ઝડપ તથા આસાનીથી ટ્રેન ટીકીટ બુકીંગ કરાવવું સુગમ બનશે.(૩૭.૧૫)

      નવી એપના ફીચર

              ટ્રેન સર્ચ કરી ટીકીટ બુકીંગ

              હાલનું રીઝર્વેશન તથા કેન્સલેશન સ્ટેટસની જાણ

              આગળની યાત્રા અંગે એલર્ટ

              બુક કરાયેલ ટીકીટ યાદ રાખશે એપ. જેથી વારંવાર ટાઈપ ન કરવું પડે.

              ફકત એક વાર જ અંગત માહિતી  ભરી વારંવાર ટીકીટ બુક કરી શકાશે.(૩૭.૧૫)

   
 (01:38 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS