Samachar Gujarat

News of Tuesday, 10th January, 2017

જી.પી.એસ.સી.ના ઈન્ટરવ્યુમાં ઉમેદવારે નામ નહિ, માત્ર યુનિક કોડ જ દર્શાવવાનો

પારદર્શક ભરતી પ્રક્રિયાની દિશામાં વધુ એક પગલુ

જી.પી.એસ.સી.ના ઈન્ટરવ્યુમાં ઉમેદવારે  નામ નહિ, માત્ર યુનિક કોડ જ દર્શાવવાનો

   

   

      ગાંધીનગર   ,    તા. ૧૦ :. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી પ્રક્રિયા અંતર્ગત રૂબરૂ મુલાકાત આયોજીત કરવામાં આવે છે. હવે શરૂ થતી રૂબરૂ મુલાકાત સહિત હવે પછીની રૂબરૂ મુલાકાત માટે અનુસરવાની થતી પદ્ધતિમાં આંશિક ફેરફાર કરવામાં આવે છે. એક કરતા વધુ ઈન્ટરવ્યુ બોર્ડ હોય ત્યારે રૂબરૂ મુલાકાતના દિવસે હાજર ઉમેદવારોને ડ્રો પદ્ધતિથી બોર્ડ ફાળવવામાં આવે છે. નવી પદ્ધતિ મુજબ ઉમેદવારની ઓળખ છતી ન થાય તે માટે હાજર રહેલ દરેક ઉમેદવારને ડ્રો દ્વારા એક યુનિક કોડ ફાળવવામાં આવશે. જો રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોની સંખ્યા ઓછી હોય તો એક જ ઈન્ટરવ્યુ-બોર્ડ રહેશે અને હાજર રહેલ દરેક ઉમેદવારને ડ્રો દ્વારા એક યુનિક કોડ ફાળવવામાં આવશે. સમગ્ર રૂબરૂ મુલાકાત પ્રક્રિયા દરમ્યાન આ યુનિક કોડ નંબર જ જે તે ઉમેદવારની ઓળખ રહેશે. ઉમેદવારે રૂબરૂ મુલાકાત દરમ્યાન પરિચય પૂછવામાં આવે ત્યારે પણ પોતાનું નામ ન જણાવતા તેમના ફાળે આવેલા યુનિક કોડથી જ પોતાનો પરિચય આપવાનો રહેશે.

      તેવી જ રીતે ઈન્ટરવ્યુ-બોર્ડમાં હાજર રહેનાર નિષ્ણાતને ઈન્ટરવ્યુ બોર્ડની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવે છે. ઈન્ટરવ્યુ બોર્ડ પાસે કોઈ ઉમેદવારના નામની માહિતી ન રહેતા માત્ર યુનિક કોડ નંબર જ હશે. ઉપરાંત નવી પદ્ધતિ મુજબ હવે પછી જાહેર થનાર ઈન્ટરવ્યુ-પ્રોગ્રામમાં રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોને તેમની કેટેગરી મુજબ ન બોલાવતા બેઠક ક્રમાંક મુજબ બોલાવવામાં આવશે.

      સમગ્ર પ્રક્રિયાનો હેતુ યુનિક કોડ નંબર ફાળવવાથી ઉમેદવારની વ્યકિતગત માહિતી પ્રચ્છન્ન રહે તેમજ કયા ઉમેદવાર કર્યા બોર્ડ સમક્ષ ઉપસ્થિત થશે    ?    કયા વિષય-નિષ્ણાત કયા બોર્ડમાં ઉપસ્થિત રહી કયા ઉમેદવારનો ઈન્ટરવ્યુ લેશે   ?    વિગેરે બાબતો પૂર્વ નિર્ધારીત નહીં રહેતા રૂબરૂ મુલાકાતના દિવસે જ રૂબરૂ મુલાકાત શરૂ થયાના થોડા સમય પહેલા જ નિર્ધારીત થાય તે છે.(૨-૫)

   
 (10:20 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS