Samachar Gujarat

News of Friday, 9th October, 2015

શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપી ગુરૃકુલ દ્વારા ૧૦૮ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ

મેમનગર ગુરૃકુલ વિસ્તારમાંથી ૧૬ ટેકટર કચરો બહાર ઠાલવ્યો

શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી  એસજીવીપી ગુરૃકુલ દ્વારા ૧૦૮ ગામોમાં સ્વચ્છતા ઝુંબેશ

   અમદાવાદ :  અમેરિકા સત્સંગ પ્રચારાર્થે  વિચરણ કરી રહેલ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે શ્રી સ્વામિનારયણ ગુરૃકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ છારોડી અને મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરૃકુલ દ્વારા ૧૦૮ ગામોમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. તાજેતરમાં પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ગુરૃકુલના પ૦૦ વિદ્યાર્થી, ૩૦૦ જેટલા હરિભકતો અને પ૦ જેટલા સંતો મળી મેમનગર ગુરૃકુળના આસપાસ, ગુરૃકુલ રોડ, ગુરૃકુલથી સુભાષચોક સુધી, ગુરૃકુલથી દુરદર્શન, ડ્રાઇવ ઇન રોડ અને હેલ્મેટ સર્કલ સુધી તેમજ આજુબાજુના વિસ્તારો સ્વચ્છતા અભિયાનમાં આવરી લેવામાં આવ્યા હતા. અને ૧૬ ટ્રેકટર જેટલો કચરા યથા સ્થાને ઠાલવ્યો હતો.

   આ ઉપરાંત ગુરૃકુલના સંતો જાતે ગામડે જઇ હરિભકતોની સભા કરી સ્વચ્છતા અભિયાન અંગે વાતી કરી, ભગાવન શ્રી સ્વામિનારાયણના આદેશ મુજબ જીર્ણ દેવાલય, બાગ બગીચા, જાહેર વિભાગ વગર સ્થળે મળ મુત્ર કે થુંકવું પણ નહીં એવી આજ્ઞા આપી છે તે મુજબ સંતો ઉપદેશ આપી પોતે જ હાથે સાવરણો લઇ ગામની શેરીઓ સાફ કરવા માંડતા હોય છે. હરિભકતો અને ગ્રામજનો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય જાય છે અને સંતોના આદેશથી દર મહિને ગામ લોકો સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે.

   તાજેતરમાં દ્રોણેશ્વર ગુરૃકુળમાં યોજાયેલ જળઝીલણી મહોત્સવ પ્રસંગે દર્શનાર્થે આવેલ ૧૬ હજાર ઉપરાંત ભાવિકોને ઉપસ્થિતિમાં અમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ શા. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા દરેક હરિભકતોને સંદેશ આપ્યો હતો કે આપણા ઘર, ફળી, શેરી અને ગામ આભલાં જેવા રૃપાળા હોવા જોઇએ.

   ગુરૃકુલના સંતો હાલ ગામડે ગામડે ફરી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધીમાં ફાટસર, ઇંટવાયા, દ્રોણ, ગીરગઢડા, બાબરિયા, અંબાડા, રબારિકા, બળેલ પીપળીયા, હિરાવા, ખાંભા, હરમડિયા, ખીલાવડ, વડલી, રૃગનાથપુર, લાખાપાદર, જુના ઉગલા, કંસારી, લુવારી મોલી, સરાકડીયા, ભાયાવદર, મોટા માણસા, વડવીયાળા, આંબાવડ, ભાચા, નીંગાળા, રાયડી, મોટા ઉજળા, નાના માણસા, જામવાળા, જરગલી, કાંધી, જામકા, ઢોલરવા, ધોકડવા, પાતાપર ધ્રાંગધ્રા, દહીંડા, દુધાળા ગીર, ફરેડા, વાજડી, વાવરડા, ત્રાકુડા, રંગપુર, વીરપુર વગેરે ગામોમાં સંતો રૃબરૃ જઇ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્રયહ્યા છે હાલ સંતો ઝાલાવડ પ્રદેશમાં વ્યસન મુકિત ઝુંબેશ સાથે સ્વચ્છતા અભિયાન માટે ગામડે ગામડે વિચરણ કરી રહ્યા છે. તેવું કનુ ભગતની યાદીમાં જણાવાયું છે. (૯.ર૪)

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS