Mukhy Samachar

News of Saturday, 4th February, 2017

ઓબામાએ પાછા પ્રેસિડન્ટ બનાવવા માગે છે મોટા ભાગના અમેરિકનો

પબ્લિક પોલિસી પોલિંગના નવા ઓપિનિયન પોલમાં બાવન ટકા લોકોએ ડોનલ્ડ ટ્રમ્પને હોદ્દા પરથી હટાવવાની વાત કરી

ઓબામાએ પાછા પ્રેસિડન્ટ બનાવવા માગે છે મોટા ભાગના અમેરિકનો

   વોશીંગ્ટન તા. ૪: અમેરિકાના નાગરિકોના બહોળા વર્ગે નવા પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને સત્ત્।ાભ્રષ્ટ કરીને તેમની જગ્યાએ બરાક ઓબામાને ફરી એ જ હોદ્દા પર બેસાડવાની તરફેણમાં જનમત દર્શાવ્યો છે. પબ્લિક પોલિસી પોલિંગના નવા ઓપિનિયન પોલમાં બાવન ટકા લોકો ટ્રમ્પને હોદ્દા પરથી હટાવીને બરાક ઓબામાને ફરી પ્રેસિડન્ટ તરીકે જોવા ઇચ્છે છે અને ૪૩ ટકા મતદારોને ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખપદે રહે એની સામે કોઈ વાંધો નથી.

   ઓપિનિયન પોલના આયોજક પબ્લિક પાઙ્ખલિસી પોલિંગના સંચાલકોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ પણ વ્યકિત પ્રેસિડન્ટના હોદ્દા પર ચૂંટાયા પછી થોડા વખત માટે એ મજબૂત સ્થિતિમાં રહે છે, પરંતુ ટ્રમ્પની સ્થિતિ જુદી છે. ૪૦ ટકા મતદારોએ તેમની સામે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવવાની તરફેણ કરી છે અને ૪૮ ટકા મતદારોએ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટની દરખાસ્તનો વિરોધ કર્યો છે. ટ્રમ્પના ૭ મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા એકિઝકયુટિવ ઓર્ડર વિશે પણ લોકોના અભિપ્રાય જુદા-જુદા છે. ઓપિનિયન પોલમાં ૪૭ ટકા લોકોએ ટ્રમ્પના એ નર્ણિયનું સ્વાગત કર્યું છે તો ૪૯ ટકા લોકોએ વિરોધ કર્યો છે.

 (10:05 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો