Mukhy Samachar

News of Friday, 3rd February, 2017

ઇન્કમ-ટેકસ રિટર્ન્સ અસેસમેન્ટ વર્ષના માર્ચ મહિનાના અંત સુધીમાં ભરવાનું ફરજિયાત

પાંચ લાખથી ઓછી આવક ધરાવનાર મોડું રિટર્ન્સ ભરશે તો ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે

   નવી દિલ્હી તા. ૩:  ઇન્કમ-ટેકસની આકારણી ઝડપથી કરવા માટે કેન્દ્રના મહેસૂલ વિભાગે માર્ચ મહિનાના અંત સુધીમાં અસેસમેન્ટ વર્ષનાં ઇન્કમ-ટેકસ રિટર્ન્સ અને સુધારેલા ઇન્કમ-ટેકસ રિટર્ન્સ અને સુધારેલા રિટર્ન્સ ભરી દેવાનો પ્રસ્તાવ કર્યા છે. ઇન્કમ-ટેકસ વિભાગે ફાઇનેન્સ બિલ ૨૦૧૭ના મેમોરેન્ડમમાં ઇન્કમ ટેકસ રિટર્ન્સ ભરવામાં થયેલા વિલંબ માટે દંડ પણ વસૂલ કરવાનો પ્રસ્તાવ મૂકયો છે. પાંચ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોએ મોડું રિર્ટન ભરવા બદલ ૧૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. જો કરદાતાની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો અસેસમેન્ટ વર્ષના જુલાઇ મહિના પછી પરંતુ ડિસેમ્બર મહિના પહેલાં રિટર્ન ભરવા માટે ૫૦૦૦ હજાર રૂપિયા દંડ ભરવો પડશે અને અસેસમેન્ટ વર્ષના ડિસેમ્બર પછી ઇન્કમ-ટેકસનું રિટર્ન ભરવા માટે ૧૦,૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. (૨૫.૪)

 (10:40 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો