Mukhy Samachar

News of Thursday, 2nd February, 2017

મફત ચીજવસ્તુ મુદ્દે કોર્ટે પંચ પાસે જવાબ માંગ્યો

ચૂંટણી વચનોની ગંભીર નોંધ લેવાઈ

   નવી દિલ્હી,તા. ૨ : દિલ્હી હાઈકોર્ટે રાજકીય પક્ષો દ્વારા મફતમાં ચીજવસ્તુ વહેંચવાના ચૂંટણી વચન આપવાને લઈને કોર્ટે ગંભીર નોંધ લીધી છે. રાજકીય પક્ષોને મફતમાં ચીજવસ્તુઓ આપવાથી રોકવાને લઈને દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી ચલાવતી વેળા આજે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબની માંગ કરી છે. મુખ્ય ન્યાયાધીશ જી.રોહીણી અને જસ્ટીસ સંગીતા ઢીંગરા સહગલની બનેલી બેચે ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા કરવા માટે આદેશ કર્યો છે. ચૂંટણી ઘોષણાપત્રને લઈને તેના દિશાનિર્દેશ હાઈકોર્ટના સંબંધમાં આપવામાં આવેલા દિશા નિર્દેશ મુજબ છે કે કેમ તે અંગે ખુલાસો કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચને જવાબ આપવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારને પણ નોટિસ જારી કરીને જવાબ આપવા માટે કહ્યું છે. બંનેને આઠ સપ્તાહની અંદર જવાબ દાખલ કરવા માટે સૂચના આપી છે.

 (07:26 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો