Mukhy Samachar

News of Thursday, 2nd February, 2017

પ૦૦ અને ર૦૦૦ની નોટની નવી ડિઝાઇન રિઝર્વ બેંક અને સરકારે મે-જુનમાં મંજુર કરી હતી તો પછી ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે ? તેઓ ચાર્જમાં હતા જ નહી

પ૦૦ અને ર૦૦૦ની નોટની નવી ડિઝાઇન રિઝર્વ બેંક અને સરકારે મે-જુનમાં મંજુર  કરી હતી તો પછી ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે ? તેઓ ચાર્જમાં હતા જ નહી

   નવી દિલ્હી તા.ર : એક સનસનીખેજ ખુલાસો થયો છે, રૂ.ર૦૦૦ અને રૂ.પ૦૦ની નવી નોટની ડિઝાઇન સરકારે ૭ જુન ર૦૧૬ના રોજ અને રિઝર્વ બેંકે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. પ૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેના પાંચ મહિના અગાઉ નવી નોટની ડિઝાઇન તૈયાર થઇ ગઇ હતી. આરટીઆઇના જવાબમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલે ચાર્જ લીધા પહેલા રર ઓગષ્ટે નવી નોટની ડિઝાઇન ઉપર સહીઓ કરી હતી.

   આરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યુ છે કે સેન્ટ્રલ બોર્ડે ર૦૦૦ની નવી નોટ છાપવાની સ્વીકૃતી ૧૯મી મે ર૦૧૬ના રોજ આપી હતી. જયારે ર૦૦૦ રૂ.ની નોટ છાપવાની સહમતી બની ત્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે સવાલ એ થાય છે કે પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ ઉપર વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે ? એનડીટીવી દ્વારા ફાઇલ કરવામાં આવેલ આરટીઆઇની અરજીના સંદર્ભમાં રિઝર્વ બેંકે આ જવાબ પાઠવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે નવી પ૦૦ અને ર૦૦૦ની નોટ ૧૦ નવેમ્બર ર૦૧૬ના રોજ જારી કરી હતી. આ બંને નોટની ડિઝાઇન સરકારે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. રિઝર્વ બેંકે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા સરકારે જેનુ ૮૬ ટકા સર્કયુલેશન હતુ તે પ૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી હતી.

 (03:35 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો