Mukhy Samachar

News of Thursday, 2nd February, 2017

ગેરકાયદે નિર્માણ કેસમાં હવે કપિલ શર્માની સામે મુશ્કેલી

ઇરફાન ખાન અને કપિલ ઉપરાંત અન્ય ૪ લોકોની સામે પણ કેસ દાખલ કરવામાં આવી શકે છે : હેવાલમાં દાવો

ગેરકાયદે નિર્માણ કેસમાં હવે કપિલ શર્માની સામે મુશ્કેલી

   મુંબઇ,તા. ૨: ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કોમેડી કિંગ કપિલ શર્મા અને ઇરફાન ખાનની સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ હવે પોલીસ બન્નેની સામે કાર્યવાહી કરવા માટેની તૈયારી કરી લીધી છે. પોલીસ બન્ને સામે અન્ય ચાર સામે કેસ ચલાવવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. જેમાં એક ડેવલપરનો પણ સમાવેશ થાય છે. કપિલ અને ઇરફાન પર ઓશિવારાના ડીએલએફ એન્ક્લેવના એપોર્ટમેન્ટમાં ગેરકાયદે નિર્માણ કરવાનો આક્ષેક્ષ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓશિવારા પોલીસે કપિલ શર્મા અને ઇરફાન પર મહારાષ્ટ્ર રીઝનલ ટાઉન પ્લાનિંગ એક્ટને લઇને ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યુ હતુ કે ટુંકમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. ફ્લેટની તપાસ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યુ હતુ કે ગેરકાયદે નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કપિલ પર આગામી દિવસોમાં સકજો મજબુત કરવામાં આવી શકે છે. સાથે સાથે તેની સામે તપાસ વધારે તીવ્ર કરવામાં આવી શક છે. કપિલ હાલમાં કોમેડીના મામલે ભારે લોકપ્રિય છે. જો કે ગેરકાયદે નિર્માણના મામલે તે વિવાદમાં ફસાયો છે. થોડાક સમય પહેલા ટેક્સને લઇને પણ તેની ટિકા થઇ હતી.ઇરફાનની સામે પણ તપાસ કરવામાં આવી રહી હોવાના હેવાલ મળ્યા છે. 

    

 (01:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો