Mukhy Samachar

News of Thursday, 2nd February, 2017

મોદીના સમયમાં જ રામમંદિર : નિર્માણની તારીખ અયોધ્યા આવીને કરશે

શ્રી રામ જન્મ ભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસનો ધડાકો : તારીખનું એલાન કરવાનું હોઇ અત્યાર સુધીમાં મોદી અયોધ્યા નથી ગયા : હવે કોઇ અડચણ નથી

મોદીના સમયમાં જ રામમંદિર : નિર્માણની તારીખ અયોધ્યા આવીને કરશે

      વારાણસી તા. ૨ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાલ દરમિયાન જ અયોધ્યામાં રામમંદિર નિર્માણ શરૂ થઇ જશે તે હવે ચોક્કસ બન્યું છે. શ્રી મોદી અયોધ્યા આવશે ત્યારે આ માટેની તારીખ જાહેર થઇ જશે, સંતો પણ આ ઘડીના ઇન્તેજારમાં છે.

      શ્રી રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસે એક મુલાકાતમાં કહ્યું કે, નરેન્દ્રભાઇની અત્યાર સુધી અયોધ્યા મુલાકાત થઇ નથી તેની પાછળનું આ એક માત્ર કારણ છે.

      તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગુજરાત - સૌરાષ્ટ્રના સોમનાથ મહાદેવ મંદિરના પગલે, તેના જેમ જ રામમંદિર નિર્માણનો પ્રારંભ તુરંતમાં થશે.

      રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે ત્રણ ચતુર્થાસ (૭૫ ટકા) પથ્થર તૈયાર થઇ ગયા છે અને મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા મંદિર નિર્માણમાં અટકાવ લાવવાનું કોઇ લક્ષ્ય ન હોવાનું મહંતશ્રી જણાવે છે. તેઓ આ કાર્યમાં સહયોગ આપવાની ભાવના રાખે છે.

      મહંત શ્રી નૃત્યગોપાલ દાસજી કહે છે કે, રાજકીય પક્ષો પોતાના અંગત સ્વાર્થો માટે હોબાળો મચાવે.

      રામ મંદિર નિર્માણ માટે માઘ મેલા વિસ્તારમાં સંતો-મહાત્માઓની શિબિરોમાં અનુષ્ઠાન - પૂજન કરવામાં આવી રહ્યું છે. જેના પ્રભાવની મંદિર નિર્માણની તારીખ ખૂબ જલ્દી જાહેર થઇ જશે તેવું તેમણે કહેલ.

 (10:17 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો