Samachar International

News of Saturday, 4th February, 2017

વીકમાં ૪૦ કલાકથી વધુ કામ કરવાનું માનસિક - શારીરિક રીતે હાનિકારક

વીકમાં ૪૦ કલાકથી વધુ કામ કરવાનું માનસિક - શારીરિક રીતે હાનિકારક

   નવી દિલ્હી તા. ૪ : અઠવાડિયામાં છ દિવસ આઠ કલાક કામ કરવાની પેટર્ન હેલ્ધી છે એવું આજથી ૮૦ વર્ષ પહેલાની ઇન્ટરનેશનલ હેલ્થ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું હતું. ગાઇડલાઇનમાં હવે બદલાવ થવો જોઇએ એવું સાયન્ટિસ્ટો માને છે.

   ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના અભ્યાસીઓનું કહેવું છે કે, હેલ્ધ લાઇફ જીવવી હોય તો વીકમાં ૩૯ કલાક જ કામ કરવું જોઇએ. ૪૦ કલાક કે એથી વધુ કામ કરવાથી માનસિક - શારીરિક રીતે સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. આ પહેલાની ઇન્ટરનેશનલ ગાઇડલાઇન મુજબ મહિલાઓ જો ઘરનું કામ પણ જાતે કરતી હોય તો તેમણે વીકમાં ૩૪ કલાક જ કામ કરવું જોઇએ અને પુરૂષોએ બીજી જવાબદારી ન નિભાવતા હોય તો અઠવાડિયે ૪૭ થી ૪૮ કલાક કામ કરવું જોઇએ. હાલની સ્ટ્રેસફુલ જિંદગીમાં જો વર્કિંગ-પેટર્નમાં બદલાવ લાવીને કામ વિનાના રિલેકિસંગના કલાકો વધારવામાં ન આવે તો એનાથી શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય ઉંમર કરતાં વધુ ઝડપથી કથળે છે.

 (01:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS