Samachar Gujarat

News of Monday, 6th February, 2017

અમદાવાદના પાણીપુરીવાળાને પાણીમાં ટોઇલેટ કિલનર ભેળવવા બદલ ૬ મહિનાની જેલ

લારી - ખુમચા પર વેચાતી પાણીપુરીને ટેસ્ટી બનાવવા વિચિત્ર નુસ્ખાઓ

   અમદાવાદ તા. ૬ : અમદાવાદના પકોડીના રસિયાઓને આંચકો લાગે તેવા એક દ્યટનાક્રમમાં લાલદરવાજા વિસ્તારના એક પકોડીવાળાને તેના પાણીમાં ટોઇલેટ કિલનરની ભેળસેળ બદલ છ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે.

   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગને ફરિયાદ મળી હતી કે લાલદરવાજા અગાશિયે હોટલ પાસે આવેલી પાણીપુરીની લારીવાળો કોઇ ભેળસેળ કરે છે. એટલું જ નહીં, તે ગટર પાસે લારી ઊભી રાખે છે અને ત્યાં પાણીપુરીનું પાણી ઢોળાતાં જમીનમાં ખાડા પડી જાય છે. આવી ફરિયાદ બાદ કોર્પોરેશને ૨૫ મે ૨૦૦૯દ્ગક્ન રોજ પાણીપુરીના પાણીના સેમ્પલ લીધાં હતાં. આ નમૂનાઓનું લોબેરેટરીમાં ટેસ્ટિંગ કરાવવામાં આવતાં તેમાં ઓકઝેલિક એસિડની હાજરી મળી આવી હતી. આ કેમિકલ ટોઇલેટ સાફ કરવાના લિકિવડ બનાવવામાં વપરાય છે. લેબોરેટરીના પરિણામો જોઈને કોર્પોરેશનના સત્ત્।ાવાળાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે કોર્પોરેશને ભેળસેળના કેસો ચલાવવા માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટમાં આરોપી ચેતન નાનજી મારવાડી (રહે. વસંતચોક, ગણપતિ મંદિર, લાલદરવાજા) સામે કેસ કર્યો હતો.

   કોર્પોરેશન તરફે સ્પેશિયલ એડવોકેટ મનોજ ખંધારે પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, 'પકોડી ખાવાવાળો વર્ગ સમાજમાં બહુ મોટો છે, અમદાવાદમાં જ દરેક ચાર રસ્તે પકોડીની લારીઓ જોવા મળે છે અને ત્યાં હંમેશા લોકોની ભીડ હોય છે. આરોપીનો ગુનો મોટા સમુહ સાથે જોડાયેલો છે. આરોપીની લારી પરથી જે પાણી લેવામાં આવ્યું છે તેમાં ટોઇલેટ કિલનરમાં વપરાતા કેમિકલની હાજરી મળી આવી છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે ખતરા સમાન છે. ત્યારે આરોપીને સખત સજા કરવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે અને આવા લોકો પર લગામ લગાવી શકાય.'

   બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ભેળસેળ કરનાર આરોપીને છ મહિનાની કેદની સજા ફટકારી હતી.(૨૧.૬)

   અગાઉ પેશાબ મિકસ કરવાની ઘટનાઓ બની હતી

   થોડા સમય પહેલાં મુંબઇમાં પાણીપુરીની લારીવાળો લારીની પાસે જ ઊભો રહી લોટામાં પેશાબ કરતો અને ત્યારબાદ તે પકોડીના પાણીમાં ભેળવી એક વીડિયો જારી થયો હતો. ઉપરાંત, વિસનગરમાં પણ થોડા દિવસ પહેલાં પાણીપુરીની લારીવાળો પ્યાલામાં પેશાબ કરતો ઝડપાયો હતો. જયારે તેને પોલીસ મથક લઇ જવાયો ત્યારે તેણે કબૂલ કર્યું હતું કે, પાણીપુરીને વધુ ચટાકેદાર બનાવવા પાણીમાં પેશાબ મિકસ કરતો હતો. આ ઘટના બાદ વિસનગર નગરપાલિકાએ પાણીપુરી વાળા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો.

 (12:22 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS