Samachar Gujarat

News of Saturday, 4th February, 2017

ભારતમાં નાની ઉંમરે CAની પરીક્ષામાં ઉર્તિણ થતી રિતુ નવલખા

ભારતમાં નાની ઉંમરે CAની પરીક્ષામાં ઉર્તિણ થતી રિતુ નવલખા

   સુરત તા. ૪ : સી.એ. ફાઇનલનું રિઝલ્ટ જાહેર થયું. સુરતની રિતુ નવલખા દેશની સૌથી નાની ઉંમરની પહેલી ગર્લ સી.એ બની. રિતુ નવલખાએ ૧૯ વર્ષની ઉંમરે સી.એ ફાઇનલની એકઝામ પાસ કરી દીધી છે અને દેશની પહેલી નાની ઉંમરની ગર્લ સી.એ તરીકે એનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ સ્થાપશે.

   રિતુ રાજસ્થાનનાં બિકાનેરની છે. ૧૯૯૭માં એ જન્મી. એક વર્ષની હતી ત્યારે જે ઝડપથી ગણતરીઓ કરતી એ જોઇને અને શિક્ષકોનાં કહેવાથી એને જુનિયર અને સિનિયર સાથે કરાવાયું. એ પછી એણે એક જ વર્ષમાં બે વાર એકઝામ આપીને પહેલું અને બીજું ધોરણ પણ પાસ કરી લીધું. જયારે સામાન્ય બાળક છઠ્ઠા વર્ષે પહેલા ધોરણમાં આવે ત્યારે રિચા ચોથા વર્ષની ઉંમરે જ પહેલા ધોરણમાં આવી ગઇ હતી. બિકાનેરની સ્કૂલમાંથી જ બારમું ધોરણ પાસ કરીને એણે બી.કોમની સાથે સી.એ કરવાનું નક્કી કર્યું. સી.એ કરવા માટે એણે સુરતની પસંદગી કરી અને સુરત આવી ગઇ.

 (01:21 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS