Mukhy Samachar

News of Sunday, 8th January, 2017

સસ્તા હોમ લોન તમામને આપવા માટેની તૈયારી શરૃ

બજેટમાં આકર્ષક યોજનાની જાહેરાત થશે : નોટબંધીના નિર્ણયથી નારાજ મિડલ તેમજ અપર મિડલ ક્લાસને ખુશ કરવા માટે મોદી સરકારની નવી તૈયારીઓ

   નવીદિલ્હી, તા.૮ : નોટબંધીના કારણે સૌથી વધારે નારાજ થયેલા મધ્યમ વર્ગ અને અપર મિડલ ક્લાસને રાજી કરવા માટે સરકાર હાઉસિંગ લોન ઉપર વ્યાજમાં રાહત આપવાની ભેંટ આપવાની તૈયારીમાં છે.આના માટે સ્કીમને આખરી ઓપ આપવાની કવાયત ચાલી રહી છે. આ યોજનાનો લાભ એવા લોકોને મળશે જે લોકોની આવક એક અથવા દોઢ લાખ રૃપિયા મહિને થાય છે. આ પ્રથમ તક છે જ્યારે આ ઇન્કમગ્રુપના લોકો માટે સરકાર આવી સ્કીમ લોંચ કરશે. સરકાર આ વર્ગને જ વધુ પ્રભાવિત કરવા માટે ઇચ્છુક છે. ભાજપના કોર વોટર તરીકે આ વર્ગને જ ગણવામાં આવે છે. ટૂંક સમયમાં જ સ્કીમની શરૃઆત કરવામાં આવનાર છે. આમા નેશનલ હાઉસિંગ બેંક અને હુડકોને નોડલ એજન્સી બનાવવામાં આવી રહી છે. આ યોજના એવા લોકો માટે રહેશે જેમના નામ પર દેશમાં કોઇ પણ ઘર નથી. એવા પ્રયાસ થઇ રહ્યા છે કે, સ્કીમને સરળ બનાવવામાં આવશે. લોકોને જુદી જુદી જગ્યાઓએ ધક્કા ખાવા ન પડે તેવા પ્રયાસ કરવામાં આવશે. મિડલ ક્લાસ ઇન્કમ ગ્રુપ સાથે જોડાયેલી સ્કીમ હોવાના કારણે તેના નામમાં એનઆઈજી જોડવામાં આવશે. નોટબંધીના ૫૦ દિવસ બાદ વડાપ્રધાને રાષ્ટ્રના નામ સંબોધનમાં હાઉસિંગ લોનમાં સબસિડી આપવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ એમ કહ્યું ન હતું કે, આ કયા ઇન્કમગ્રુપ માટે રહેશે. ૩૧મી ડિસેમ્બરના દિવસે દેશના નામ સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, શહેરી ક્ષેત્રોમાં નવ લાખ રૃપિયા સુધીની હોમ લોન પર વ્યાજમાં ચાર ટકા રાહત રહેશે. જ્યારે ૧૨ લાખની હોમ લોન ઉપર વ્યાજમાં ત્રણ ટકા રાહત રહેશે. આવી જ રીતે ગ્રામીણ ક્ષેત્રમાં નવા ઘર બનાવવા અને જુના ઘરને વિસ્તારવા બે લાખ રૃપિયાની લોન ઉપર વ્યાજમાં ત્રણ ટકા છુટછાટ આપવાની જાહેરાતકરી હતી. વડાપ્રધાનના સંદેશ બાદ હાઉસિંગ મંત્રાલય દ્વારા એક સ્કીમ પર કામ શરૃ કરી દેવાયું છે.

    

 (07:43 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS