Samachar Gujarat

News of Monday, 5th September, 2016

એસજીવીપી ગુરુકુલના સંતો દ્વારા અમરેલી જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અભિયાન

સાથે વ્યસનમુક્તિ ઝુંબેશ: શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા

એસજીવીપી ગુરુકુલના સંતો દ્વારા અમરેલી જિલ્લાના ગામોમાં સ્વચ્છતા અભિયાન

   અમરેલી  તા. ૫ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી અને મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના અધ્ચક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, શ્રી મુનિવત્સલદાસજી સ્વામી તથા કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની નીચે, શા.ધર્મવત્સલદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી, ગવૈયા દર્શનપ્રિયદાસજી સ્વામી, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી,  શ્રુતિવલ્લભદાસજી સ્વામી, વિશ્વવલ્લભદાસજી સ્વામી, સ્વામી વિશ્વમંગલદાસજી, વિશ્વસ્વરુપદાસજી સ્વામી, આત્મારામ ભગત, જનક ભગત, રાહુલ ભગત, અમીત ભગત વગેરે સંતો પાર્ષદો સાથે, ગુરુકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે દત્તક લેવાયેલ ૧૦૮ ગામો પૈકીના અમરેલી જિલ્લાના રંગપુર, બળેલ પીપળિયા, પીપળલગ, લાખાપાદર, દહીંડા, રાણસીકી, તોરી, ખડખડ, ભાયાવદર, આંબરડી, ભાડેર, બોરડી, મુંડિયા રાવણી, ડાંગાવદર, વગેરે ગામોમાં જેતે શાળાના બાળકો, શિક્ષકો તથા ગ્રામજનોના સહકારથી સ્વચ્છતા અભિયાન અને વ્યસનમુકિત માટે વિચરણ કરી રહ્યા છે.

   શા.માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણા ઘર, ફળી, શેરી અને ગામ આભલા જેવા રુપાળા હોવા જોઇએ.

   ગુરુકુલના સંતો જાતે ગામડે જઇ, હરિભકતોની સભા કરી, સ્વચ્છતા અભિયાન અંગેની તથા વ્યસન મુકિતની વાતો કરી, ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે મળ મુત્ર કે થુંકવું પણ નહી એવી આજ્ઞા આપી છે તે મુજબ સંતો ઉપદેશ આપી પોતે જ હાથે સાવરણો લઇ ગામની શેરીઓ સાફ કરવા માંડતા હોય છે ત્યારે હરિભકતો અને શાળાના બાળકો શિક્ષકો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય છે.

   આગામી તા.૧૩-૯-૨૦૧૬ મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ઉજવાનારા જળઝીલણી મહોત્સવમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ કાર્યકરોને તથા સર્વે ભકતોને પધારવા નિમંત્રણ આપવામાં આવેલ છે.

    

 (10:18 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS