NRI Samachar

News of Friday, 4th September, 2015

શિકાગોમાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના સભ્‍યોએ અહિંસા વોકનું કરેલું ભવ્‍ય આયોજન : રપ૦ જેટલા ભાઇ-બહેનો નવ-યુવાનો તેમજ યુવતિઓ તથા નાની વયના કિશોરો અને કિશોરીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો : તમામ ભાગ લેનારાઓએ અહિંસા વોકનું ટીશર્ટ પરિધાન કરી એકતાના દર્શન કરાવ્‍યા : અહિંસા વોકનું આયોજન કરનાર ડીમ્‍પલ શાહને અભિનંદન

શિકાગોમાં જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના સભ્‍યોએ અહિંસા વોકનું કરેલું ભવ્‍ય આયોજન : રપ૦ જેટલા ભાઇ-બહેનો નવ-યુવાનો તેમજ યુવતિઓ તથા નાની વયના કિશોરો અને કિશોરીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો : તમામ ભાગ લેનારાઓએ અહિંસા વોકનું ટીશર્ટ પરિધાન કરી એકતાના દર્શન કરાવ્‍યા : અહિંસા વોકનું આયોજન કરનાર ડીમ્‍પલ શાહને અભિનંદન

            (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : જૈન  ધર્મમમાં અહિંસા અને જીવદયાને અતિ મહત્‍વનું સ્‍થાન આપવામાં આવેલ છે અને આ ધર્મને અનુસરનારા તમામ ભાઇ-બહેનો તે રીતે જ પોતાના જીવનને ધ્‍યાનમાં લઇને જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટ શિકાગોના સંચાલકોએ તાજેતરમાં એક અહિંસા વોકનું આયોજન કરેલ અને તેમાં આશરે રપ૦ જેટલા ભાઇ-બહેનોએ પોતાના નામોનું રજીસ્‍ટ્રેશન કરાવીને તેમાં ભાગ લીધો હતો.

            અહિંસા અને કરૂણાના ભાવો જેમના જીવનમાં પ્રસ્‍થાપિત થયેલા છે એવા જૈન સમાજના ભાઇ-વહેલો શિકાગોથી થોડે દૂર વિટન ટાઉનમાં આવેલ હેરીક બેક વિસ્‍તારમાં એકત્રીત થયા હતા અને બીજી વાર્ષિક અહિંસા વોકમાં ભાગ લેનારા તમામ લોકોને સુંદર મજાના તે હેતુને ચરિતાર્થે કરતા નામવાળા ટી શર્ટ આપવામાં આવ્‍યા હતા અને તે પહેરીને તમામ લોકોએ આ વોકમાં ભાગ લીધો હતો.

            આ ભવ્‍ય પ્રસંગે શ્રીમતી તરલાબેન દોશીએ ખાસ હાજરી આપી હતી અને તેમને અહિંસા અંગે વિસ્‍તૃત માહિતીઓ આપી તમામ હાજર રહેલા લોકોને તેનો પોતાના જીવનમાં હરપળે આચરણ કરવા અનુરોધ કર્યો હતો. આ વિશ્વમાં તમામ જીવીત લોકોને રહેવાનો અધિકાર છે અને તેઓની કોઇપણ પ્રકારે લાગણીને દુભાય તે જોવાની આપણા સૌની ફરજ છે. અહિંસાની સાથે સાથે તેમણે પોતાના પ્રવચનમાં જીવદયામાં પર પણ ભારે મુકયો હતો અને તમામ પ્રત્‍યે સહાનુભૂતિ ભર્યુ વલણ અખત્‍યાર કરવા જરૂરી સમજ આપી હતી.

            અહિંસા વોક દ્વારા શરીરનું સ્‍વાસ્‍થ્‍યપણ જળવાઇ રહે તેમજ તંદુરસ્‍ત ભર્યુ જીવન જીવી શકાય તે માટે આવી પ્રક્રિયા દરરોજ દરેક લોકોએ કરવી જોઇએ અને તે દ્વારા સમગ્ર વિશ્વમાં અહિંસાનો પ્રચાર કરવા માટે આપણે સૌએ યોગ્‍ય પુરૂષાર્થ કરવો જોઇએ એવું તેમણે વધારામાં  જણાવ્‍યું હતું.

            જૈન સોસાયટી શિકાગો દ્વારા આ બીજા વર્ષ માટે અહિંસા વોકનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં કારોબારી સમિતિના યુથ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડીમ્‍પલબેન શાહે અગ્રગણ્‍ય ભાગ ભજવેલ છે માટે તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે.

             

 (11:39 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS