NRI Samachar

News of Friday, 4th September, 2015

શિકાગોમાં આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલીટનના સભ્‍યો પર્યુષણ અને દસ લક્ષણા મહાપર્વોની શાનદાર રીતે ઉજવણી કરશે : શ્રી ચંદ્રસેન ગુરૂજી તથા પંડીત શ્રી બીપીન જૈન શાસ્‍ત્રીજી આ મહાન પર્વોની આરાધના કરાવવા માટે શિકાગો પધારશે આઠ અને દસ દિવસોના પર્વ દરમ્‍યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું કરાયેલું આયોજન

શિકાગોમાં આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલીટનના સભ્‍યો પર્યુષણ અને દસ લક્ષણા મહાપર્વોની શાનદાર રીતે ઉજવણી કરશે : શ્રી ચંદ્રસેન ગુરૂજી તથા પંડીત શ્રી બીપીન જૈન શાસ્‍ત્રીજી આ મહાન પર્વોની આરાધના કરાવવા માટે શિકાગો પધારશે આઠ અને દસ દિવસોના પર્વ દરમ્‍યાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું કરાયેલું આયોજન

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : આ વર્ષે જૈન સમાજના સભ્‍યોના પર્યુષણ તેમજ દસ લક્ષણા જેવા મહાન પર્વો સપ્‍ટેમ્‍બર માસ દરમ્‍યાન આવતા હોવાથી સમગ્ર અમેરિકાના ભીન્ના ભીન્ના શહેરોમાં કાર્યવંત જૈન સેન્‍ટરોમાં તેની ભવ્‍ય રીતે ઉજવણી કરવામાં આવશે અને આધારે શિકાગોમાં કાર્ય કરતા જૈન સોસાયટી ઓફ મેટ્રો પોલીટન શિકાગોના સંચાલકોએ આ મહાન પર્વોની ઉજવણી કરવા માટે અનુક્રમે આઠ અને દસ -દિવસો દરમ્‍યાન ભવ્‍ય કાર્યક્રમોનુ઼ આયોજન કરેલ છે શ્વેતાંબર સમાજના પર્યુષણ પર્વની આરાધના સપ્‍ટેમ્‍બર માસની દસમી તારીખે ગુરૂવારના રોજથી શરૂ થશે અને તેની પૂર્ણાહૂતિ સપ્‍ટેમ્‍બર માસની ૧૭ મી તારીખને ગુરૂવારના રોજ થશે જયારે ૧૮ મી તારીખને શુક્રવારે જે લોકોએ તપર્શ્‍યા કરી હશે તે સર્વે તપસ્‍વીઓ સામુહિક રીતે જૈન સેન્‍ટરના ભવ્‍ય આરાધના ભવનમાં પારણાં કરશે અને તેજ દિવસથી દિગમ્‍બર સમાજના સભ્‍યોના દસ લક્ષણો મહાપર્વની આરાધના શરૂ થશે અને તે પર્વની પૂર્ણાહૂતિ સપ્‍ટેમ્‍બર માસની ર૭ મી તારીખને રવીવારના રોજ થશે.

         આ મહાન પર્વોની ઉજવણી યોગ્‍ય રીતે થઇ શકે તે માટે શ્વેતાંબર સમાજના સભ્‍યો માટે આરાધના કરાવવા માટે શ્રી ચંદ્રસેન ગુરૂજી તથા દિગમ્‍બર સમાજના સભ્‍યો માટે પંડીત શ્રી બીપીન જૈન શાષાીજી ભારતથી ખાસ શિકાગો પધારશે અને આ બંને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં આ પર્વોની આરાધના થશે અને તેથી જૈન સોસાયટીના તમામ સભ્‍યોમાં આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળી રહી છે.

         પર્યુષણ મહાપર્વની શરૂઆત દસમી સપ્‍ટેમ્‍બરને ગુરૂવારના રોજથી શરૂ થશે અને દરરોજ સવારે જૈન દહેરાસરમાં બીરાજમાન તમામ ભાગવાનોની પ્રતિમાઓની પક્ષાલ, બરાસ, ચંદન, પુષ્‍પ તથા મુગટની પૂજા કરવામાં આવશે અને ત્‍યારબાદ આરતી અને મંગળ દિવાનું આયોજન કરવામાં આવેલ છે ત્‍યાર બાદ સ્‍નાનપુજા ભણાવવામાં આવશે અને અગીયાર વાગે શ્રી ચંદ્રસેન ગુરૂજી પ્રવચન કરશે. બપોરે અને સાંજે અમે તમામ દિવસો દરમયન સ્‍વામી વાસલ્‍યનું આયોજન કરવામાં આવેલ છે આ દિવસો દરમ્‍યાનને સાધાર્મિક ભાઇ-બહેનોએ એકાસણાનો લાભ લેવો હોય તો તેઓતે સળરતાથી લઇ શકશે પરંતુ તમામ લોકોએ અગાઉથી તેની જાણ કરવાની રહેશે કે જેથી વ્‍યવસ્‍થામાં સરળતા રહે.

         આ આઠ દિવસના પવિત્ર દિવસો દરમ્‍યાન આત્‍મ પ્રક્ષાલન વંદનાવલી ભકતામર પૂજન, કુમારપાળ રાજાની ભવ્‍ય આરતી, યથા આનંદ આપશે, મેં પપ્‍પી તુમ પાવન વંદનાવલી જેવા અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમયો યોજવામાં આવશે. આ પ્રસંગે સંવત્‍સરી જેવા પવિત્ર દિવસે પૌષધ પોસાનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને તે દિવસે આ ધાર્મિક ક્રિયાઓમાં ભાગ લેનારા તમામ ભાઇ-બહેનોએ સાધુ અથવા સાધ્‍વીજી જે મુજબની પ્રતિદિન ક્રિયાઓ કરે છે તે મુજબની ક્રિયાઓ કરવાની રહેશે.

         વધારામાં ૧૭ મી સપ્‍ટેમ્‍બરને ગુરૂવારે સંતત્‍સરીની ઉજવણી કરવામાં આવશે અને તે દિવસે તમામ ભાઇ-બહેનો સામુહિક પ્રતિક્રમણ કરાશે અને તે પૂર્ણ થયા બાદ એક બીજાને મિચ્‍છામી ડુક્કમ પાઠવશે. બીજા દિવસે જૈન સેન્‍ટરમાં તપસ્‍વીઓના સામુહિક પારણાં યોજવવામાં આવશે. રવિવાર ૧૩ મી સપ્‍ટેમ્‍બરે ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ મહોત્‍સવની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે.

         વધારામાં સપ્‍ટેમ્‍બર માસની ૧૮ મી તારીખથી ર૭ મી તારીખ દરમ્‍યાન દિગમ્‍બર સમાજના દસ દિવસ દરમ્‍યાન દસ લક્ષણાં મહાપર્વની આરાધના પંડીત શ્રી બીપીન જૈન શાષાીજીની સાંનિધ્‍યમાં શરૂ થશે અને તેની ઉજવણી પણ ભવ્‍ય રીતે થઇ શકે તે અંગે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહેલી દૃષ્‍ટિગોચર થાય છે.

         જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં આ બંને પર્વની ઉજવણી અંગેની સંપૂર્ણ માહિતીઓ જે તે કમીટીના સભ્‍યો દ્વારા જાણી શકાશે તો તેઓનો સંપર્ક સાધવા સંચાલકોએ વિનંતી કરેલ છે.

          

 (11:37 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS