Samachar Rajkot

News of Tuesday, 4th June, 2013

કળિયુગના મહારાજા રાહુદેવ

   હાલના કળિયુગમાં રંકમાંથી રાજા બનાવે અને રાજામાંથી રંક બનાવે તેવા પાપ ગ્રહ એટલે રાહુદેવ.

   રાહુ એક માયાવી ગ્રહ છે રાહુ એક છાયાગ્રહ છે.

   રાહુદેવનું અધિપત્‍ય નીચ જ્ઞાતિના સર્વજન ઉપરાંત ખ્રિસ્‍તી, મુસ્‍લિમ તેમજ યહુદીઓ પર છે.

   ગોચરમાં રાહુદેવ હાલ તુલા રાશિમાં મિત્ર શનિદેવ સાથે યુતિમાં છે.

   રાહુદેવ એક રાશિમાં ૧૮ માસ રહે છે તેમની ચાલ હંમેશા વક્રી હોય છે એટલે કે પોતાનાથી બારમી રાશિમાં તે અઢાર મહિના બાદ જાય છે.

   રાહુદેવનો અંક (૪) છે.

   જન્‍મ કુંડળીમાં ઉદભવતા ૮૦% રાજ રોગો એટલે કે અશુભયોગો રાહુદેવને આભારી છે.

   પિતૃદોષ-રાહુદેવને આભારી છે.

   કાળસર્પયોગ રાહુદેવને આભારી છે તો ગુરૂ સાથે યુતિમાં તે ચાંડાલયોગ રચે છે.

   ચંદ્ર સાથેની યુતિ ચંદ્રાદ્ય ગ્રહણયોગ રચે છે.

   સુર્ય સાથેની યુતિ સુર્યાધિ ગ્રહણયોગ રચે છે.

   બુધ સાથેની રાહુદેવની યુતિ દુષિતયોગ રચે છે.

   મંગળ સાથેની રાહુદેવની યુતિ અંગાસ દેવાદાર યોગ રચે છે.

   શનિદેવ સાથેની યુતિ શ્રાપિતદોષ રચે છે.

   ચંદ્રથી બીજે રાહુ દરિદ્રયોગ રચે છે.

   કેમેન્‍દ્રુમ યોગનો ભંગ રાહુ કરી શકતો નથી.

   રાહુદેવ શુક્ર સાથેની યુતિ વિષયીયોગ કહેવાય છે. જાતકનું જીવન રસીલુ બનાવે છે.

   મંગળ + શુક્ર + રાહુની યુતિ જાતકને કામી બનાવે છે.

   બુધ + શુક્ર + રાહુની યુતિ જાતકના જીવનમાં એકથી વધુ પાત્ર અવશ્‍ય આપે છે.

   રાહુદેવ મિથુન,વૃષભમાં ઉચ્‍ચત્‍વ પામે છે.

   ધન તેમજ વૃヘકિમાં તે નીચત્‍વ પામે છે.

   કન્‍યા રાશિમાં તે સ્‍વગૃહી થાય છે. કુંભ, મકર, તુલા, રાશિ તેમની મિત્ર રાશિ છે.

   કર્ક, સિંહ, ધન, મીન, મેષ, વૃヘકિ તેની શત્રુ રાશિ છે.

   મધર ટેરેસા, શ્રીમતી સોનિયા ગાંધી, શાહરૂખખાન, માધુરી દિક્ષિત વૃષભનો ઉચ્‍ચનો રાહુ ધરાવે છે.

   શ્રી ધીરૂભાઇ અંબાણીને રાહુની વિશોત્તરી મહાદશાના ૧૮માં વર્ષામાં શૂન્‍યમાંથી સર્જન કરી બિઝનેસ ટાયફુન બન્‍યા.

   આઝાદીની સ્‍વતંત્ર ભારતની કુંડળીમાં વૃષભનો ઉચ્‍ચનો રાહુ છે.

   કાળસર્પ યોગ સ્‍વતંત્ર ભારતની કુંડળીમાં છે.

   ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂ, ધીરૂભાઇ અંબાણી, સચીન તેન્‍ડુલકર, મોરારીબાપુ આ દરેક કાળસર્પ યોગમાં જન્‍મી શૂન્‍યમાંથી સર્જન કર્તા છે.

   શુભરાહુ ઝીરોમાંથી હિરો બનાવે છે. તો અશુભ.

   રાહુ મેળવેલું બધુ ગુમાવડાવે છે.

   બીજે, પાંચમે, આઠમે, બારમે જન્‍મ કુંડળીમાં રાહુ પિતૃદોષ રચી જાતકને દરેક તબક્કે તકલીફ આપે છે.

   બીજે રાહુ ચાલો, વાણી, ધન સબંધી, કુટંબસબંધી તકલીફ આપે છે.

   પાંચમે રાહુ વિદ્યા, સંતાન સબંધી તકલીફ આપે છે.

   આઠમે રાહુ વારસાઇ, ગુપ્‍તધન, બે નંબરી ધન આપે છે.

   બારમે રાહુ જેલ ગમન કરાવે છે.

   હાલના એક જાણિતા અભિનેતાની કુંડળીમાં બારમે રાહુ છે જેનો ચૂકાદો હાલ આપેલ છે.

   બારમે રાહુ શુભ હોય તો અગમનિગમ, ગૂઢ વિદ્યા ગૂઢ રહસ્‍ય, જ્‍યોતિષશાષા, સમોહન વિદ્યા, જાદૂગર મિરેકલ વસ્‍તુઓમાં સંશોધન આપે છે.

   ચંદ્રક રાહુ જાતકને જુઠુ બોલવા પ્રેરે છે. માતાનું સુખ ઘટે છે. ગ્રહણ થકી વિચારો વારંવાર બદલાય છે.

   સૂર્ય + રાહુ જાતકને પિતાના સુખમાં કમી ઉપરાંત વૈચારિક મતભેદ, કિર્તિમાં ઉણપ આપે છે.

   ગુરૂ + રાહુ ચાંડાલ યોગ રચી દરિદ્રતા આપે છે.

   આગામી એપ્રિલ તેમજ મે મહિનામાં ગોચરમાં તુલાના શનિ+ રાહુની સામે મેના સૂર્ય + કેતુની પ્રતિયુતિ દેશ અને દુનિયામાં ભારે તારાજી, આગ, અકસ્‍માત, યુધ્‍ધ, કુદરતી આફતોનો સંકેત આપે છે. રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળે.

   જે જાતકોની રાશિ, મેષ અને તુલા હોય કે તે લગ્ન હોય તદુપરાંત જેની રાશિ વૃヘકિ હોય કે કન્‍યા હોય તેમણે આ સમય સંભાળવો જરૂરી બને છે.

   રાહુની મહાદશામાં તેનું વિશેષ ફળ મળે છે.

   જે જાતકોને બારમે રાહુ ચાલતો હોય રાશિ કે જન્‍મલગ્ન કે સૂર્યથી તેમણે તે સમયગાળો સંભાળવો જરૂરી બને છે.

   જન્‍મકુંડળીના બારેય ખાનામાં રાહુદેવનું ફળ પ્રથમ દેહભુવને રાહુઃ અંર્તમુખી, જીદ્દી, સ્‍થૂળ શરીર, શ્‍યામ રંગી, જુઠ્ઠા બોલો અભિમાની, લગ્નમાં અસંતોષી મુર્ખ તેમજ લોભી જાતક હોય.

   વાણીભુવને રાહુઃ જુઠ્‍ુ બોલનાર ઝધડાળુ, જુગારી વૃત્તિ, ચીડીયો સ્‍વભાવ, કૌટુંબિક ઝઘડાઓ.

   પરાક્રમ ભુવને રાહુઃ સ્‍વથ્‍ય સારૂ, પરાક્રમી, રમત, ગમતમાં નિપૂણ, જુસ્‍સાદાર સ્‍વભાવ, ભાઇ-બહેનથી દુઃખી કે લાભ મેળવે.

   સુખભુવને રાહુઃ કોર્નર-ખુણાવાળી જમીન, ડેડ એન્‍ડ વાળુઘર, મધુરવાણી, માતાથી વૈચારિક મતભેદ, વડીલગર્વથી ગેરસમજ, વિદેશ ગમન થાય.

   વિદ્યા ભુવને રાહુઃ પિતૃદોષ નિર્ણય શકિતનો અભાવ અભ્‍યાસમાં રૂકાવટ, પ્રથમ સંતાનમાં તકલીફ, મિસકેરેજ સંભવ, છઠ્ઠે રિપુભુવને રાહુઃ કોર્ટ કચેરીમાં વિજય, મોસાળથી ધનલાભ, શત્રુજીત મળે છે.સપ્તમ ભાગીદારી ભુવને રાહુઃ કપટી, બહુકામી, ડાયાબિટીશ, માનસિક અશાંતિ, જીદ્દી સ્‍વભાવ, ભાગીદારીમાં તકલીફ.

   અષ્‍યટ ભુવને રાહુઃ જુગારી ચાલબાજ, પેટને લગતા રોગો પિતૃદોષ, સંકુચિત માનસ.

   ભાગ્‍ય ભુવને રાહુઃ નાસ્‍તિક, માથાભારે, લોભી, સ્‍વાર્થી

   કર્મ ભુવને રાહુઃ રાજકારણી, કવિ, કલાકાર, સંગીતકાર, ચિત્રકાર, વિદેસથી લાભ મેળવે.

   લાભ ભુવને રાહુઃ ખેતીવાડીથી લાભ, મિત્રોથી નુકસાન, કુટુંબમા મતભેદ, સંતાન હાનિ.

   વ્‍યયભુવને રાહુઃ દુષિત હોય તો જેલગમન, શોખીન, ઉડાઉ, બહુકામી આંખો નબળી, પિતૃદોષ, નીચ વ્‍યકિત સાથે સબંધો.

   ઉપરનું જનરલ પ્રિડિકશન છે તેની સાથે ગ્રહની યુતિ તેમજ તે સ્‍થાનના માલિકની સ્‍થિતિ મુજબ ફળ જાતકને મળે છે.

   આ યંત્રની સમજ

   (૧) ૐ રાં રાહવે નમઃ ના

   બુધવારથી જાપ નિત્‍ય કરનાર રાહુદેવને લગતી તકલીફમાં રાહત થાય છે.

   રાહુ પ્રધાન જાતકનો નીચ જ્ઞાતિ, મુસ્‍લિમ, તેમજ ખ્રિસ્‍તી, યહુદીઓ થકી લાભ જોવા મળે છે.

   રાહુદેવ જમીન (જુની), મિલ્‍કત, કેમિકલ્‍સ, એન્‍ટિક વસ્‍તુઓ,

   ગુપ્‍ત ક્રિયાઓ, ગતરૂડીઓ, જાદુગર, હિપ્‍નોટીઝમ, લશ્‍કરી કાર્યોમાં જાસુસ, ડિટેકટીવ જેવા કાર્યમાં લાભ દાયી છે.

   (ર) રાહુદેવ મંત્રઃ અર્ધકાર્ય મહાવીર્ય ચન્‍દ્રા દિવ્‍ય વિયર્દનમ્‌ ા

   સિંહિકાઝાર્ભ સંભૂતં તં રાહું પ્રણમામ્‍યહમ્‌ ાા

   મહા શિરા મહાવકત્રો દીર્ધદ્રષ્‍ટો મહાબલઃ

   અત્ત તુશ્વોર્ધ્‍ય કેશન્‍ય પીડાં હરતુ મે શિખી ાા

   કળિયુગમાં જપ સંખ્‍યાઃ ૧૮૦૦૦×૪= ૭ર૦૦૦ જાપ

   Astro Vision

   Rahul Shah

   Astrologer Mo. 9924620576

   ર૧૦, હરેકૃષ્‍ણ કોમ્‍પલેક્ષ

   કોઠાવાલા ફલેટસામે, પ્રિતમનગર પાલડી અમદાવાદ

 (05:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS