Samachar Gujarat

News of Monday, 3rd October, 2016

રજી ઓકટોબર ગાંધી જયંતિના દિને મેમનગર ગુરૂકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન ગુરૂકુલના ૧પ૦૦ વિદ્યાર્થીઓ અને ૪પ સંતો જોડાયા ૧પ ટેકટર કચરો બહાર ઠલવ્યો

રજી ઓકટોબર ગાંધી જયંતિના દિને મેમનગર ગુરૂકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન ગુરૂકુલના ૧પ૦૦ વિદ્યાર્થીઓ અને ૪પ સંતો જોડાયા ૧પ ટેકટર કચરો બહાર ઠલવ્યો

   અમદાવાદ : અમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચારણ કરી રહેલ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે, મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના દિને રવિવારે સવારે ૭-૩૦ થી ૧૧ વાગ્યા સુધી, મેમનગર વિસ્તાર-ગુરૂકુલ રોડ, વિજય ચાર રસ્તા અને ડ્રાઇવર ઇન રોડ તેમજ મેમનગર આજુબાજુ વિસ્તારમાં મેમનગર ગુરૂકુલ દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.

   આ સ્વચ્છતા અભિયાનમાં મેમનગર ગુરૂકુલના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તેમજ બાપુનગર સત્સંગ મંડળ, મળી ૧પ૦૦ વિદ્યાર્થીઓ સહિત ગુરૂકુલના તમામ ૪પ સંતો જોડાયા હતા. જોતજોતામાં તો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો.

   આ પ્રસંગે ખાસ અમદાવાદ મ્યુ. કમિશ્નર ચેરમેન શ્રી દિનેશભાઇ દેસાઇ, તેજસભાઇ પટેલ, ઔડા ચેરમેન ભુપેન્દ્રભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ શાહ કાંતિભાઇ પટેલ, મહેતાભાઇ વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. (૯.૮)

 (02:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS